Savera Gujarat
Other

ગુજરાતમાં ગાય-ભેંસ તથા શ્વાનમાં પણ કોરોના વાઈરસ પ્રવેશી ગયો હોવાનો ધડાકો

સવેરા ગુજરાત/અમદાવાદ તા.25
ગુજરાત સહિત ભારતમાં કેટલાક વખતથી કોરોના હળવો થવા છતાં સંપૂર્ણ છુટકારો નથી ત્યારે આ વાયરસ ગાય, ભેંસ, શ્વાન જેવા પ્રાણીઓ સુધી પહોંચી ગયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.ગુજરાતમાં માર્ચ 2020માં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો અને ત્યારપછી ત્રણ લહેરમાં હાહાકાર સર્જાયો હતો. 12 લાખથી વધુ લોકો કોરોનાની ઝપટે ચડયા હતા અને 11000 જેટલા મોત નીપજયા હતા. માનવીઓમાં તો કોરોનાએ હાહાકાર સર્જયો જ હતો પરંતુ તે પ્રાણીઓમાં પણ પ્રવેશી ગયો હોવાનું જાહેર થયુ છે.ગુજરાતમાં હાથ ધરાયેલા રાજયવ્યાપી અભ્યાસમાં એવુ બહાર આવ્યુ છે કે, સ્વાન, ગાય તથા ભેંસના સેમ્પલો લેવાયા હતા અને તેમાં વાયરસની હાજરી માલુમ પડી હતી. જો કે, આ પ્રાણીઓ મારફત કોરોના માણસોમાં ફેલાયાના કોઈ પુરાવા મળ્યા નથી. વિપરીત પણે આ પ્રાણીઓમાં માનવીઓના નજીકના સંપર્કને કારણે વાયરસ પ્રવેશ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.કામધેનુ યુનિવર્સિટીના અરૂણ પટેલ તથા ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરના દિનેશકુમાર વગેરે દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. 195 શ્વાન, 64 ગાય, 42 ઘોડા, 41 બકરી, 39 ભેંસ, 19 ઘેટા, 6 બિલાડી, 6 ઉંટ તથા એક વાંદરા એમ કુલ 413 પ્રાણીઓના નાક વડે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ તથા મહેસાણા સહિતના જીલ્લાઓમાંથી આ પ્રકારના સેમ્પલ લેવાયા હતા.
છેલ્લે 20 માર્ચ 2022માં સેમ્પલ લેવાયુ હતું. અભ્યાસમાં એવું બહાર આવ્યુ છે કે ,24 ટકા અર્થાત 95 પ્રાણીઓ કોરોના પોઝીટીવ માલુમ પડયા હતા તેમાં 67 શ્ર્વાન, 15 ગાય તથા 13 ભેંસ હતા. મળ કરતા નાકના સેમ્પલમાં વધુ સચોટ પરિણામ આવ્યુ હતું. એક શ્ર્વાનના સેમ્પલ રીપોર્ટમાં તો જુદા જુદા 32 મ્યુટેશન માલુમ પડયા હતા તેમાં ડેલ્ટા વેરીએન્ટના હતા.
રીસર્ચરોના કહેવા પ્રમાણે પાલતુ પ્રાણીઓમાં કોરોના પ્રવેશી ગયો હતો કે કેમ તે પ્રકારનો ભારતમાં આ કદાચ પ્રથમ અભ્યાસ હતો. ભૂતકાળમાં બિલાડી, સિંહ જેવા પ્રાણીઓમાં કોરોના હોવાનો સંકેત દર્શાવાયા હતા. ગુજરાત બાયોટેકનોલોજી મીશન દ્વારા આ પ્રોજેકટ માટે ફંડ અપાયુ હતું.

Related posts

નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ 2022 આગામી ચૂંટણી નિમિત્તે હિતચિંતક બેઠક યોજવામાં આવી

saveragujarat

લીંબુના ભાવ ફરી વધ્યા : લોકલ દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000

saveragujarat

ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પર દર્શાવાઈ અદભૂત ફિલ્મ

saveragujarat

Leave a Comment