Savera Gujarat
Other

યુવરાજસિંહ જાડેજા સામે ખોટી કલમ લગાવીને ગુજરાતના યુવાનોનો અવાજ દબાવાનો પ્રયાસ ના કરો : (આપ) પ્રવીણ રામ

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.૦૬ ગત રોજ ગુજરાતના યુવાનો માટે હરહંમેશ અવાજ ઉઠાવનાર અને યુવાનો નો અવાજ બુલંદ કરનાર એવા આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપાદયક્ષ યુવરાજસિંહ જાડેજા ઉપર ગઈકાલે ગાંધીનગર ખાતે ગંભીર કલમો લગાડીને ગુજરાત ના યુવાનોના અવાજ ને દબાવાનો પ્રયાસ થયો છે, નિદંનીય અને વખોડવા લાયક છે. એક વાત પર ખાસ ધ્યાન દોરવા જેવું એટલા માટે છે કે છેલ્લા ગણા સમયથી યુવરાજસિંહ ને દબવાવાવનો, ચીડવવાનો એમના ટ્વિટ્ટર એકાઉન્ટ હેક કરવાનો એમના રહેણાંક સ્થળે પરેશાની ઉભી કરીને ઘર ખાલી કરવાનું દબાણ કરવામાં આવ્યું છે. ગતરોજ વિદ્યાસહાયકના સમર્થનમાં જયારે યુવરાજસિંહ પહોંચ્યા ત્યારે એમના પર ખોટી રીતે ગેરરીતિ આચરીને અને ખોટી ૩૦૭ અને ૩૩૨ જેવી ગંભીર ખોટી કલમ લગાવીને જેલ ના પાછળ ધકેલી દેવાનું રાજકીય કાવતરું રચવામાં આવ્યું છે.દર વખતે જયારે સરકારી પરીક્ષાઓ થાય અને દર વખતે સરકાર ના મળતીયાઓ કૌભાંડો કરે અને તે કૌભાંડ ઉજાગર કરવાનું કામ યુવરાજસિંહ કરતા હતા ત્યારે સરકાર ને ડર હતો કે આગામી ૧૦ તારીખે જયારે LRD ની પરીક્ષા રાજ્ય માં લેવા જઈ રહી છે અને યુવરાજસિંહ ફરીથી સરકાર ના મળતિયા ઓ દ્વારા થતા કૌભાંડો બહાર લાવે અને સરકાર ને નીચે જોવાનો વારો ના આવે એટલે પાણી પેહલા પાળ બાંધવાની વાત આ સરકારે કરી છે અને નિષ્ઠાવાન યુવરાજસિંહ જાડેજા ને જેલ પાછળ ધકેલવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. LRD ના કૌભાંડો બહાર ના આવે એવી સરકારની અગાઉથી તૈયારી થઇ રહી છે અને યુવરાજ સિંહને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે – પ્રવીણ રામ  અમારે સરકાર ને કેહવું છે અને વિનંતી કરવી છે કે આવી રીતે ખોટી કલમ લગાવીને ગુજરાત ના યુવાનો નો અવાજ દબાવાનો પ્રયાસ ના કરોઃ પ્રવીણ રામ .આમ આદમી પાર્ટી યુથ વિન્ગ ની માંગણી છે કે યુવરાજસિંહ પર લગાવેલી ખોટી કલમો ને દૂર કરવામાં આવે અને આગામી LRD ની ભરતી માં કોઈ પણ પ્રકાર ની ગેરરીતિ ના થાય એની તકેદારી લેવામાં આવે અને વિદ્યાસહાયકો ની માંગણી ને ધ્યાન માં લેવામાં આવે.આમ આદમી પાર્ટી લીગલ ટીમ અને સમગ્ર આમ આદમી પાર્ટી યુવરાજસિંહ સાથે અને ગુજરાતના યુવાનો સાથે ખડે પગે ઉભી છે.આજે જયારે અમને શંકા છે કે આગામી LRD ની ભરતી માં કૌભાંડ થઇ શકે છે એટલે આમ આદમી પાર્ટી દ્વારા એક helpline number ની જાહેરાત કરવામાં આવે છે , ક્યાંય પણ ગેરીરીતી જણાય તો જાણ કરવી.તો helpline NO: 9998203536 પર પુરાવા સાથે અમોને જાણ કરવા વિનંતી.આજે હૂં ગુજરાત ના હરએક યુવાનો ને વિશ્વાશ આપવા માંગીશ કે અગર કોઈ પણ ગેરીરીતી થઇ હશે અને અમને તમે પુરાવા સાથે જણાવશો તો કૌભાંડીઓ ને ખુલ્લા પાડવામાં એમના પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં અને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડી લેવા માટે કટિબદ્ધ છીએ.

Related posts

પત્રકાર એકતા સંગઠન દ્વારા જીલ્લાના પત્રકારો સાથે બેઠક યોજી હોદ્દેદારોની નિમણુક સર્વાનુમતે નિયુક્તિ કરાઇ

saveragujarat

તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા

saveragujarat

પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો ફરી સળગ્યાં ઇંધણના ભાવ

saveragujarat

Leave a Comment