Savera Gujarat
Other

લીંબુનો રેકોર્ડ ભાવ : હવે 10-15 રૂપિયાના નંગ મુજબ વેચાવા લાગ્યા

રાજકોટ
ઉનાળામાં લીંબુના ભાવે માઝા મૂકી દીધી હોય તેમ રોજેરોજ ભાવોનો નવો રેકોર્ડ થઇ રહ્યો છે. રાજકોટમાં આજે માર્કેટ યાર્ડમાં 20 કિલોના 4000 સુધીના ભાવે હરરાજી થઇ હતી.
આ ભાવ વિક્રમી ગણાય છે. ઉનાળાના કારણે ડિમાન્ડ સામે સપ્લાય ઓછી રહેવાને કારણે ભાવો વધ્યા હોવાનો વેપારી સુત્રોએ જણાવ્યું છે. રાજકોટ યાર્ડમાં આજે માત્ર 127 ક્વિન્ટલ લીંબુની આવક થઇ હતી. રિટેઇલમાં ભાવ કિલોના 300 પર પહોંચી ગયા છે. એટલું જ નહીં હવે નંગ દીઠ વેચાવા લાગ્યા છે.
એક નંગ લીંબુના રૂા. 10થી 15 જેવા બોલાતા ગ્રાહકોમાં દેકારો બોલી ગયો હતો. આકરા ઉનાળાના કારણે અત્યારે લીંબુનો વપરાશ ઘણો વધી જતો હોય છે તેવા સમયે સપ્લાય ઓછી થવા સામે ભાવ ખુબ વધતા ગૃહિણીઓમાં દેકારો છે. વેપારીઓએ કહ્યું કે માલની જોરદાર અછત છે.
બજારમાં 300ના ભાવે લીંબુ વેચાઇ રહ્યા છે તો અમરેલીમાં તો આજે 1 કિલો લીંબુનો ભાવ રુા. 400 સુધી પહોંચી ગયો હતો. માલ ખેંચને કારણે ભાવ ઉંચો થઇ ગયો છે.

Related posts

પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો

saveragujarat

જમ્મુ-કાશ્મીરમાં શિક્ષકની હત્યા બાદ ૧૦૦ થી વધુ હિન્દુ પરિવારોએ સ્થળાંતર કર્યું અહેવાલ

saveragujarat

છોટાઉદેપુરમાં લગ્નમાં જમ્યા પછી ૨૦૦ને ફૂડ પોઈઝનિંગ

saveragujarat

Leave a Comment