Savera Gujarat
Other

પત્રકાર એકતા સંગઠન દ્વારા જીલ્લાના પત્રકારો સાથે બેઠક યોજી હોદ્દેદારોની નિમણુક સર્વાનુમતે નિયુક્તિ કરાઇ

સવેરા ગુજરાત/અરવલ્લીઃ-પત્રકાર એકતા સંગઠન અરવલ્લી જિલ્લાની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડયા, પ્રદેશ ઉપપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા , પ્રદેશ મહામંત્રી આર.બી. રાઠોડ , ઝોન પ્રભારી ભરતસિંહ અને મનોજ રાવલ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની શરૂઆત સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહ પુવાર અને આમ આદમી પાર્ટીના પ્રભારી જયદીપ સિંહ ચૌહાણની ઉપસ્થિતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પત્રકાર એકતા સંગઠનના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના જણાવ્યું હતું કે આવા ઘોર કળયુગના સમયમાં સંગઠન એ જ શક્તિ છે. લોકશાહી સ્વરૂપે પોતાના અંગત મતભેદો ભૂલી અને જવાબદારીથી સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.પાછલા વર્ષો મા સરકાર દ્વારા પત્રકારોને આપવામાં આવતા ઘણા લાભો બંધ થયા છે જે થોડા સમય પહેલા જ ગાંધીનગર ખાતે થયેલી બેઠક માં ચર્ચા કરવામાં આવી છે અને સરકાર દ્વારા વહેલી તકે માંગણીઓ સંતોષે તેવી બાહેધરી પણ આપી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષે એક બનો નેક બનોના નારા સાથે પત્રકારો ને એક જૂઠ થઈ ને પત્રકાર એકતા સંગઠન નો વ્યાપ વધારવા આહવાન કર્યું હતું..અને સંગઠનની કાર્ય પદ્ધતિ અને સંગઠન થી પત્રકારોને થતા લાભ વિશે માહિતગાર કર્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે
હાલ ગુજરાતના ૨૫ થી વધુ જિલ્લાઓ મા પત્રકાર એકતા સંગઠનનો વ્યાપ વધ્યો છે , ગયા વર્ષે કોરોના નાં કારણે 1 વર્ષ નો બ્રેક હતો પરંતુ હવે નવી મિટિંગ નો સિલસિલો ફરી યથાવત છે..
આપણું સંગઠન ૬૦ ટકા કરતા વધુ બન્યું હોવાથી હવે રજીસ્ટ્રેશન ની પણ પ્રક્રિયા કરવામાં આવી છે.. તેમજ બાકીના તમામ જિલ્લાઓમાં આવનારા 1 માસ મા મિટિંગ નું આયોજન કરી ૧૦૦ % સંગઠન ની રચના કરીને ભારત નું પ્રથમ સમગ્ર રાજ્યનું જિલ્લા અને તાલુકા ની કારોબારી સાથે નું સંગઠન અને સામાજિક સંસ્થા લોકો સમક્ષ આવશેપત્રકાર એકતા સંગઠન અરવલ્લી જીલ્લાના નવીન નિયુક્ત કરેલ હોદ્દેદારો

અરવલ્લી જીલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણા અને મોડાસા તાલુકા ઉપપ્રમુખ તરીકે વૈભવ રાઠોડ,માલપુર તાલુકા ઉપપ્રમુખ: શૈલેષભાઈ પંડ્યા,મેઘરજ તાલુકા ઉપપ્રમુખ : અમિત ઉપાધ્યાય
ધનસુરા તાલુકા ઉપપ્રમુખ : મહેશભાઈ પરમાર અને મહામંત્રી તરીકે કૌશિકભાઈ સોની, બાબર ભાઈ પટેલ, હર્ષભાઈ પટેલ, જયભાઈ અમીનને નિયુક્ત કરવામાં આવ્યા છે જયારે મંત્રી તરીકે જયદીપભાઈ ભાટીયા, અતુલભાઇ બ્રહ્મભટ્ટ,પિયુષભાઈ ચમાર અને રાકેશભાઈ ઓડની નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે સહમંત્રી તરીકે સિકંદર સુથાર ( રાજા બાબુ), જયપ્રકાશ જોષી,જગદીશભાઈ પ્રજાપતિ( જે. પી.) ,નરેન્દ્રભાઇ ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે.ખજાનચી અલ્પેશભાઈ રાઠોડ અને આઇ.ટી સેલ ઋત્વિક સોની અને હિતેશ સુતરીયાની અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા સંગઠનમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
નવીન વરણી થયેલ પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી,સહમંત્રી,
ખજાનચી અને આઇ.ટી.સેલના હોદેદારો ને અરવલ્લી જિલ્લાના પત્રકારોએ તેમજ પત્રકાર એકતા સંગઠનના અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

ટૂંક સમયમાં WhatsApp યૂઝર્સને પેમેન્ટ કરવા બદલ મળશે કેશબેક

saveragujarat

યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ ગણતરીના કલાક બાકી છે ત્યારે અંતિમ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે

saveragujarat

Ukraine-Russia War:- યુક્રેનના રાષ્ટ્રપતિનો બેહદ ભાવુકતા સાથે વિડીયો સામે આવ્યો છે, કહે છે હું અને મારા પત્ની-બાળકો દુશ્મનનો નંબર વન ટાર્ગેટ છીએ,પણ અમે ગદ્દાર નથી

saveragujarat

Leave a Comment