Savera Gujarat
Other

પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો ફરી સળગ્યાં ઇંધણના ભાવ

પેટ્રોલીયમ ચીજોનો ભાવવધારો અટકવાનું નામ લેતો ન હોય તેમ બે દિવસની સ્થિરતા બાદ આજે ફરી વૃધ્ધિ થઇ હતી. પેટ્રોલ 34 પૈસા તથા ડિઝલ 38 પૈસા મોંઘુ થયું હતું.

વિશ્વબજારમાં ક્રૂડતેલ 86 ડોલરે ત્રણ વર્ષની ઉંચાઈએ પહોંચવાને પગલે ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલ ફરી મોંઘા થયા હતા. ઉત્પાદક દેશો ક્રૂડના ઉત્પાદન વધારામાં રસ લેતી ન હોવાના સંકેતોથી ભાવ સતત વધી રહ્યા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 34 પૈસાના વધારાથી 104.34 થયો હતો જ્યારે ડિઝલ 38 પૈસા મોંઘુ બનીને 103.97 થયું હતું. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ તથા ડિઝલ 3-35 પૈસાના ભાવવધારાથી અનુક્રમે 107.14 તથા 96.67 થયા હતા.

આર્થિક પાટનગર મુંબઈમાં પેટ્રોલનો ભાવ 113.80 તથા ડિઝલનો 104.75 થયો હતો. પાંચમી સપ્ટેમ્બર પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનો ભાવ સરેરાશ 9 થી 10 ડોલર વધી ગયો છે.

પેટ્રોલીયમ કંપનીઓના સૂત્રોએ કહ્યું કે ઘણા વખતથી પેટ્રોલ કરતા ડિઝલમાં ભાવવધારો વધુ થઇ રહ્યો છે. પેટ્રોલ કરતા ડિઝલનો પ્રોસેસીંગ ખર્ચ વધુ રહેતો હોવા છતાં ભારતમાં તેનો ભાવ નીચો છે. 24 સપ્ટેમ્બરથી પેટ્રોલ કરતા ડિઝલમાં ભાવવધારો વધુ છે અને પ્રતિ લીટર રુા. 8.05નો ભાવવધારો થઇ ગયો છે.

Related posts

તાનારીરી ગાર્ડન ખાતે આયોજિત અનંત અનાદિ વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ

saveragujarat

ફ્રાન્સના તોફાનોની આગ યુરોપમાં ફેલાવવા લાગી

saveragujarat

ગરીબ કલ્યાણ મેળાના ૧રમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

Leave a Comment