Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બે દિવસીય હડતાળને પગલે ૧૮ હજાર કરોડનું કલીયરીંગ અટવા


નવી દિલ્હી તા.૩૦
કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિના વિરોધ તથા જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના ૧૧ મુદાઓ સાથે કામદાર સંગઠનોએ બે દિવસથી હડતાળ પાડી હતી. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પણ જાેડાયા હતા. બે દિવસ બેંકો બંધ રહેતા અને મહદઅંશે કલીયરીંગ ન થતા ૧૮૦૦૦ કરોડના ચેક અટવાઈ ગયા હતા. અખીલ ભારતીય બેંક કર્મચારી યુનિયનના મહામંત્રી સી.એચ.વેંકટચલમે એવો દાવો કર્યો હતો કે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો બંધ હતી. જે બેંકો ચાલુ હતી તેના ચેક કલીયરીંગને પણ અસર હતી. બે દિવસમાં ૨૦ લાખ ચેક કલીયર થઈ શકયા ન હતા. તેની રકમ ૧૮૦૦૦ કરોડ રૂપિયા થવા જાય છે. કામદાર સંગઠનના હોદેદારોએ એવો દાવો કર્યો હતો કે બે દિવસની હડતાળમાં દેશભરમાં ૨૦ કરોડથી વધુ કર્મચારીઓ-કામદારો જાેડાયા હતા. કર્મચારીઓ, કામદારો, ખેડુતો તથા સામાન્ય વર્ગ વિરોધી સરકારી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી હતી.

Related posts

Surat ની આ રંગોળી વિશ્વમાં ક્યાંય બીજે નથી બનતી, વિદેશથી લોકો આવે છે શીખવા

saveragujarat

દેશની ત્રણેય સૈન્ય પાંખના વડા સીડીએસ બિપીન રાવત અલવિદા

saveragujarat

હિંમતનગરના હમીરગઢ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

saveragujarat

Leave a Comment