Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વના દેશોને ૬૦ હજાર કરોડ ડોલરનું નુકશાન

નવી દિલ્હી તા.૩૦
યુદ્ધથી કોઈનું કલ્યાણ નથી થયું. રશિયા-યુક્રેન યુદ્ધ લડયા પણ એમાંથી દુનિયાને ૬૦ હજાર કરોડ ડોલરનું નુકશાન થયું છે કે જેમને આ યુદ્ધ સાથે કોઈ મતલબ નથી. રશિયા-યુક્રેન યુદ્ધથી દુનિયાને ૫૪૩૦૦ કરોડ ડોલરથી ૬૦ હજાર કરોડ ડોલરનું નુકશાન થયું હોવાનો દાવો યુક્રેનના કીવ સ્કુલ ઓફ ઈકોનોમીકસે કર્યો છે
જયારે આ યુદ્ધથી ૨૪ માર્ચ સુધીમાં યુક્રેનની અર્થવ્યવસ્થાને ૬૩૦૦ કરોડ ડોલરનું નુકશાન થયું છે. રશિયાએ કંઈપણ નથી છોડયુંઃ અહેવાલોનું માનીએ તો રશિયાની સેનાએ યુક્રેનમાં રસ્તાથી લઈને સ્કુલને પણ છોડી નથી. રશિયાએ બે બંદરો, ૪૪ ધાર્મિક ભવનો, ૧૧ શોપીંગ મોલ અને ૭ થર્મલ અને હાઈડ્રો ઈલેકટ્રીક પાવર પ્લાન્ટને તબાહ કરીને હજારો કરોડનું નુકશાન પહોંચાડયું છે. યુદ્ધની વૈશ્વીક વિકાસ દર પર અસરઃ સંયુક્ત રાષ્ટ્રે ગત વર્ષ સપ્ટેમ્બરમાં ૩.૬ ટકા સાથે વૈશ્વીક વિકાસ દરનું અનુમાન લગાવ્યું હતું. ૧.૬ ટકાના દરથી વધશે. અર્થવ્યવસ્થા અનુમાનની તુલનામાં એક ટકા સુધીનો ઘટાડો યુદ્ધના કારણે થશે. ૦૧ ટ્રીલીયન ડોલરનું કરજ, ઝડપથી વધતી મોંઘવારી વચ્ચે વિકસીત દેશોને આપવું મુશ્કેલ રહેશે. યુક્રેનવાસીઓને ખાવા-પીવાના સાંસાઃ યુદ્ધના કારણે યુક્રેનના ૨ લાખથી વધુ વાહનો ભંગારમાં ફેરવાઈ ગયા છે. ૬૦ લાખથી વધુ લોકો પાસે પીવાનું પાણી નથી. ૭.૭૦ લાખ લોકોને ખાવા-પીવાના સાંસા છે.

Related posts

ત્રિપુરાને લૂંટનારા ફરી એક થયા છે, પ્રજા ચેતી જાય : નરેન્દ્ર મોદી

saveragujarat

શક્તિશાળી ભૂકંપથી સીરિયામાં ૫૩ લાખ લોકો થઈ શકે છે બેઘર

saveragujarat

ડીસામાં મધરાત્રીએ જોરદાર પડેલા વરસાદે ખોલી ડીસા નગરપાલિકાની પોલ…

saveragujarat

Leave a Comment