Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઇમ્સ સહિતની હોસ્પિટલોમાં હવે દર્દીનું ‘આભા’ (આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ) એકાઉન્ટ ખુલશે જેમાં દર્દીનો રેકોર્ડ હશે

નવી દિલ્હી, તા.૩૦
હવે દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં દસ્તાવેજાે સાથે લઈ જવાની ઝંઝટ ખતમ થઈ જશે. એપોઈન્ટમેન્ટ લેતી વખતે જ દર્દીનું ‘આભા’ (આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ) ખાતુ ખુલી જશે, જેના દ્વારા સારવાર સંબંધીત બધા દસ્તાવેજાેનો રેકોર્ડ સુરક્ષિત રહેશે. તેમાં એપોઈન્ટમેન્ટ ઉપરાંત ડોકટરની ચિઠ્ઠી, તપાસનો રિપોર્ટ, નિદાન માટે પેમેન્ટ અને દવા વગેરેના બિલ અને પ્રિસ્ક્રીપ્શનની પૂરી વિગત ઉપલબ્ધ હશે, જાે કે આ ખાતુ ત્યારે ખુલી શકે છે જયારે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેતી વખતે દર્દી તેની પ્રક્રિયાને આગળ વધારશે.
દેશની લગભગ બધી મોટી હોસ્પિટલો અને મેડિકલ કોલેજાેને પરસ્પર જાેડવામાં આવી છે જેમાં દેશભરના બધા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) પણ સામેલ છે. પ્રત્યેક ખાતા ધારકને ૧૪ આંકડાનો એક યુનિક નંબર આપવામાં આવી રહ્યો છે જે આભા કાર્ડ પર ફોટો સાથે મોજૂદ હશે. પહેલા આ યોજના હેલ્થ આઈડીના નામથી જાણીતી હતી પર હવે તેના નામમાં ફેરફાર કરીને તેને ‘આભા’ નામ આપવામાં આવ્યું છે. આ યોજના કોઈપણ રીતે સ્વાસ્થ્ય વીમાની સુવિધા નથી આપતી. આભા આઈડીથી રોગીને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મળી શકશે. આભા ખાતાથી દરેક વિભાગના બધા ડોકટરોને નેટવર્કથી જાેડવામાં આવ્યા છે. દર્દી વીડીયો કોલ કરીને પણ ડોકટરની સલાહ લઈ શકે છે. ટુંક સમયમાં ખાનગી તપાસ કેન્દ્રોને પણ જાેડાશે પ્રાઈવેટ હોસ્પિટલોને પણ આ નેટવર્કથી જાેડવામાં આવશે. તેના માટે આયુષ્યમાન ભારત યોજનાના નેટવર્કમાં સામેલ હોસ્પિટલોનો પ્રયોગ કરી શકાય છે. 

Related posts

ગુજરાત પોલીસમાં એડીજી, આઈજી અને ડીઆઈજીની બદલીનો આજે ગંજીફો ચીપાવવાની શક્યતા

saveragujarat

આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો સેનામાં ભરતી થઈ શકશે

saveragujarat

પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિની પુત્રીએ પૂરું કર્યું પિતાનું સપનું, મેળવ્યું IIT કાનપુરમાં એડમિશન…

saveragujarat

Leave a Comment