Savera Gujarat
Other

હિંમતનગરના હમીરગઢ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

સવેરા ગુજરાત/હિંમતનગર:- માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હિંમતનગરના હમીરગઢ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હમીરગઢ ખાતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરિચ બ્યુરો, પાલનપુર દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના બહુ આયામી અભિયાનો જેવાકે “ સ્વચ્છ ભારત અભિયાન”, “કોરોના જનજાગૃતિ અભિયાન” મહિલા અને બાળ વિકાસની યોજનાઓ અને રોજગાર યોજનાઓ અંતર્ગત બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું.
આઝાદીના અમૃત મહોત્સવ, વિષય અંતર્ગત આયોજિતઆ કાર્યક્રમનો ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ કરવાની સાથે સાથે ભારત સરકારની જન સુખાકારી અને જન કલ્યાણકારી યોજનાના સંદેશ જેમ કે સ્વચ્છતા, આરોગ્ય, જલ સંચય, આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારતની વાતવણી સેવાકીય પ્રવૃતિઓનું માર્ગદર્શન આપવાનો હતો.
આ ઉપરાંત કાર્યક્રમ માં બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ વિકાસ ની કચેરી દ્વારા માસ્ક તેમજ બેચ વિતરણ , રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળો,તાલુકા આરોગ્ય કચેરી, હિંમતનગર દ્વારા કોરોના ટેસ્ટકેમ્પ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પૌષ્ટિક વાનગી હરીફાઈ, શ્રી જ્ઞાનજ્યોતી વિદ્યાલય હમીરગઢ ખાતે ચિત્ર સ્પર્ધા, પ્રશ્ન મંચ સ્પર્ધા કાર્યક્રમ સ્થળ પર વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ ને ફિલ્ડ આઉટરિચ બ્યુરો,પાલનપુર દ્વારામહાનુભાવો ના હસ્તે ઈનામ વિતરણ, સ્વચ્છતાશપથ વગેરે પ્રવુતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માંશ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર ના “ માટીફાઉન્ડેશન”દ્વારા વિવિધ વિષયો ને મનોરંજન સાથે આવરી લેતું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાતંત્ર સંગ્રામની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શનનું અને સ્વચ્છ ભારત અભિયાનને આવરી લેતા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ કચેરીના દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી મેઘનાબેન ગોસ્વામી, જિલ્લા રોજગાર કચેરી અધિકારીશ્રી પી.જી.લોહારિયા, પ્રચાર અધિકારી શ્રી જે.ડી.ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સતીષ વ્યાસ, સી.ડી.પી.ઓ અલકાબેન પટેલ , આરોગ્ય તેમજ આંગણવાડી સુપરવાઈઝર , હમીરગઢના જન પ્રતિનિધિઓ, શિક્ષક ગણ તેમજ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તેમજ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેના થકી કાર્યક્રમનો હેતુ સાર્થક થયો હતો.
તસ્વીર   રાકેશ નાયક ઇડર

Related posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં “શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પદાર્પણ અમૃત મહોત્સવ તથા શ્રી ઘનશ્યામ મહારાજ ૭૦ મો પ્રતિષ્ઠોત્સવ” (પંયદિનોત્સવ)નો આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તથા ડેપ્યુટી ગવર્નર જેમ્સ મુચીરી નૈરોબીની ઉપસ્થિતિમાં પરમ ઉલ્લાસભેર ઉજવાયો .

saveragujarat

ગુજરાત પ્રદેશની કારોબારી કમલમ ખાતે આજે સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

saveragujarat

આઠ વર્ષમાં ૨.૪૬ લાખ લોકોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યા

saveragujarat

Leave a Comment