Savera Gujarat
તાજા સમાચારભારત

પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિની પુત્રીએ પૂરું કર્યું પિતાનું સપનું, મેળવ્યું IIT કાનપુરમાં એડમિશન…

કહેવાય છે કે, જો કોઈ પણ કામ સાચા સમર્પણ અને મહેનતથી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિની પુત્રી દ્વારા આ નિવેદન સાચું સાબિત કરાયું છે. આર્ય રાજગોપાલ નામની યુવતીએ એવું પરાક્રમ કર્યું છે કે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ તેની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નથી.

આર્ય રાજગોપાલના પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે. દીકરીએ આઈઆઈટી કાનપુરમાં એડમિશન મળવ્યું છે. આર્યને IIT કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પ્રવેશ મળ્યો છે. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પિતા અને પુત્રીની આ જોડી વિશે જણાવ્યું હતું.

આર્ય રાજગોપાલની સફળતાનું વર્ણન કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી કહે છે, ‘એક હૃદયસ્પર્શી ઘટના, આર્ય રાજગોપાલે તેમના પિતા રાજગોપાલ જી અને દેશના ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા આપણા બધાને ગૌરવ અપાવ્યું છે. આ પિતા-પુત્રીની જોડી નવા ભારત માટે પ્રેરણા અને રોલ મોડેલ છે. મારી શુભેચ્છાઓ.’

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે પણ પોતાના ટ્વિટર પર ફોટો શેર કર્યો અને લખ્યું કે હું ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર કામ કરતા રાજગોપાલની પુત્રી આર્યની પ્રેરણાદાયી કહાની શેર કરું છું. આર્યએ આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવીને અમને ગૌરવ અપાવ્યું છે. આર્યને શુભકામનાઓ. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને પિતા અને પુત્રીની આ જોડી વિશે જણાવ્યું છે.

આર્ય રાજગોપાલના પિતા છેલ્લા 20 વર્ષથી પેટ્રોલ પંપ પર સતત કામ કરી રહ્યા છે. આર્ય રાજગોપાલે તેમના પિતાના બલિદાન અને તેમની મહેનતને કારણે એક દાખલો બેસાડ્યો છે. આર્ય આઈઆઈટી કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવશે. અગાઉ તેણે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

 

Related posts

જેલથી મુક્ત થયા બાદ સરકાર પાસે માગ્યું ૧૦ હજાર કરોડનું વળતર

saveragujarat

વટવામાંથી ૨૨.૨૯ લાખના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો

saveragujarat

હજી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

saveragujarat

Leave a Comment