Savera Gujarat
Other

ભારતીય જનતા પાર્ટીને કોળી સમાજના બે દિગ્દજ નેતા કુંવરજી બાવળીયા અને પરષોતમ સોલંકીએ અલવીદા કર્યુ

સવેરા ગુજરાત /અમદાવાદ : ભાજપ માટે ગુજરાતમાં ધીરે ધીરે કપરા ચડાણ સાબિત થઇ રહ્યા હોય તેવું દ્રશ્ય ખડું થઇ રહ્યું છે. રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસી સમાજ નારાજ થયા બાદ આદિવાસી નેતાઓમાં મજબુત પકડ ધરાવતો પક્ષ બીટીપી પણ આપને સમર્થન આપી રહ્યો છે. પાટીદારોમાં દિગ્ગજ નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં છે. તેવામાં નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય છે તેવી શક્યતાઓ છે. જેના કારણે ભાજપનો પ્રોમિસિંગ વોટર ગણાતો પાટીદાર સમાજ પણ કોંગ્રેસ તરફ શિફ્ટ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબુત પકડ ધરાવતો કોળી સમાજ અને તેના બે દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા અને પરસોતમ સોલંકી પણ હવે કોંગ્રેસ સાથે જોડાય તેવી શક્યતાઓ છે. સુત્રો અનુસાર લાંબા સમયથી ભાજપમાં સાઇડ લાઇન થઇ ચુકેલા અને દિગ્ગજ નેતાઓની અવહેલના સહી રહેલા પરસોતમ સોલંકી હવે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે, બાવળીયા ભાજપમાં આવ્યા હતા પરંતુ ટુંકાગાળાનું મંત્રીપદ ભોગવ્યા બાદ હવે તેમની રાજકીય કારકિર્દી સામે જ સવાલો ઉઠી રહ્યા છે. તેમને ભાજપમાંથી ધારાસભાની ટિકિટ મળે તેની સામે પણ પ્રશ્નાર્થ છે. આવી જ સ્થિતિ પરસોતમ સોલંકીની છે. તેમને ટિકિટ મળે તેવી શક્યતાઓ તો નહીવત્ત છે જ સાથે તેના ભાઇ હીરા સોલંકી પણ રાજુલામાંથી હારી ગયા છે. જેના કારણે તેઓ પણ સાઇડ લાઇન થઇ ચુક્યાં છે. જો આ દિગ્ગજ કોળી નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાય તો આગામી વિધાનસભા ખુબ જ રસપ્રદ થાય તેવી શક્યતાઓ છે. વિધાનસભા રસપ્રદ થવા ઉપરાંત ભાજપ માટે પણ કપરા ચઢાણો સાબિત થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સમગ્ર મંત્રી મંડળ સહિત મુખ્યમંત્રી બિનઅનુભવી છે. આ ઉપરાંત જે પદભ્રષ્ટ મંત્રીઓ છે તેમના સાથ મુદ્દે પણ હાલ પ્રશ્નાર્થ છે. કારણ કે સી.આર પાટીલની વયોવૃદ્ધ નેતાઓને નિવૃત કરવાની ફોર્મ્યુલા અનુસાર જુના મંત્રીમંડળના ઘણા નેતાઓ બોલ્ડ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત પરિવારવાદને દુર કરવાના પાટીલના મંત્રના કાણે આ મંત્રીઓના પરિવારમાંથી પણ કોઇને ટિકિટ ન મળે તેવી સ્થિતિમાં આ નેતાઓ ભાજપને પરદા પરતો સમર્થન આપશે પરંતુ પરદા પાછળ અનેક મુશ્કેલીઓ પેદા કરી શકે છે. આ સમસ્યાઓને ખાળવા માટે હાલનું મંત્રીમંડળ પ્રમાણમાં બિનઅનુભવી અને નવું છે. તેવામાં ગુજરાત માટે આ વિધાનસભા ચૂંટણી અગ્નિપરીક્ષા સાબિત થઇ શકે છે.

Related posts

સુરત શહેર ગુનાખોરીમાં નંબર વન,મહેસાણા પ્રથમ હરોળમાં રહ્યું

saveragujarat

સુરેન્દ્રનગરમાં આકાશી વીજળી ત્રાટકતાં ૧૦ ગાયનાં મોત

saveragujarat

કચ્છના ટુરિઝમને લાગ્યું કોરોના વાયરસનું ગ્રહણ

saveragujarat

Leave a Comment