Savera Gujarat
Other

8 હજાર રૂપિયામાં 18 કલાક કામ કરાવતી હોવાનો આંગણવાડી વર્કરોનો સરકાર પર આરોપ

સવેરા  ગુજરાત/ગોંડલ : શહેર તાલુકા આંગણવાડી હેલ્પર વર્કર મહિલાઓ પડતર પ્રશ્નોને લઇ હડતાળ પર ઉતર્યા છે. માનદ વેતન બંધ કરવા, લઘુતમ વેતન ચાલુ કરવા, કાયમી કરવા, ખાનગી કરણ બંધ કરવું વધારાની કામગીરીનું દબાણ બંધ કરવીલું , પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી પેંશન યોજના ચાલુ કરવાની માંગ સાથે હવે આંગણવાડી વર્કર્સ દ્વારા રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે માનદ વેતન બંધ કરવા, લઘુતમ વેતન ચાલુ કરવા, કાયમી કરવા, ખાનગી કરણ બંધ કરવું, વધારાની કામગીરીનું દબાણ બંધ કરવાની માંગ સાથે કર્મચારીઓ હવે યુદ્ધે ચડ્યાં છે. પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી પેંશન યોજના ચાલુ કરવાની માંગ સાથે 300 જેટલી આંગણવાડીની મહિલાઓ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી હતી.આ તકે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને જિલ્લા પ્રમુખે જણાવ્યું કે, તંત્ર દ્વારા રોજ રોજ નવી નવી કામગીરીઓ રાત-દિવસ જોયા વગર સોંપવામાં આવી રહી છે. સરકાર માત્ર રૂ 7800 વેતન ચુકવી આંગણવાડી બહેનોને ખરીદી લીધી હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જૂના પ્રશ્નોનું નિરાકરણ થઈ રહ્યું નથી. સરકાર દ્વારા આપવામાં આવેલો મોબાઈલ પણ મોટાભાગે બંધ રહે છે અમારા પર્સનલ મોબાઈલનો કામગીરી માટે સતત ઉપયોગ કરવો પડી રહ્યો છે. અમારાથી પણ ખરાબ હાલત આંગણવાડી હેલ્પર બહેનોની છે તેને માત્ર ચાર હજાર રૂપિયા વેતન મળી રહ્યું છે. આ મોંઘવારીમાં ઘર ગુજરાન કેમ ચલાવવું તે પણ મોટો પ્રશ્ન થયો છે. તો આ અંગે સરકાર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે અન્યથા આગામી દિવસોમાં ભૂખ હડતાળ પણ શરૂ કરવામાં આવશે તેવી અંતમાં ચીમકી  આપી હતી. આ ઉપરાંત આંગણવાડી વર્કર્સને પેન્શન, પીએફ કે અન્ય કોઇ પણ સરકારી સવલત પણ મળતી નથી તે પણ તાકીદે શરૂ કરવામાં આવે તે જરૂરી છે.

Related posts

ભાજપા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 645મી જન્મજંયતી નિમિત્તે પુષ્પાજંલી અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયો

saveragujarat

અઠવાડિયામાં પેટ્રોલ ૩.૨૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬૮૦૬૩ દર્દીઓ નોંધાયા

saveragujarat

Leave a Comment