Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

સુરેન્દ્રનગરમાં આકાશી વીજળી ત્રાટકતાં ૧૦ ગાયનાં મોત

સવેરા ગુજરાત, સુરેન્દ્રનગર,તા.૧૪
હાલ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જામ્યો છે. સામાન્ય રીતે ભાદરવાના વરસાદમાં વીજળીના કડાકાને ભડાકા થતા હોય છે. એ જ રીતે રાજ્યમાં દરરોજ વીજળી પડવાને કારણે જાનહાનીની સમચાાર મળી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશી વીજળી ત્રાટકતા ૧૦ અબોલ પશુનાં મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. વઢવાણના ખારવા ગામે વીજળી પડતા ૧૦ પશુનાં મોત થયા છે. અહીં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા થયા હતા, જેમાં ૧૦ પશુનાં મોત થયા હતા. ખારવા ગામના સિંધવ હરેશભાઇ પોપટભાઇ નામના પશુપાલકની ૧૦ ગાયો પર વીજળી પડતા તમામનાં મોત થયા હતા. આ વર્ષે જિલ્લામાં વીજળી પડવાના બનાવોમાં સતત વધારો નોંધાયો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાને લઈને અમાદવાદ હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ આગામી તા.૧૫/૦૯/૨૦૨૨ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. મંગળવારે સિંચાઈ વિભાગના અધિકારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૩૨૪૩૭૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૭.૧૦% છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૪૭૬૨૩૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૫.૩૨% છે. હાલમાં રાજ્યમાં ૧૧૭ જળાશય હાઇ એલર્ટ ૫ર, ૧૬ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૭ જળાશય વોર્નીગ ઉ૫ર છે. રાજયમાં હાલ દ્ગડ્ઢઇહ્લની આઠ ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં ભરૂચ-૧, ભાવનગર-૧, ગીર સોમનાથ-૧, કચ્છ-૧, નર્મદા-૧, નવસારી-૧, રાજકોટ-૧, સુરત-૧ એનડીઆરએફની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨ અને વડોદરામાં ૫ એમ કુલ-૦૭ ટીમો રીઝર્વ રખાઇ છે. નોંધનીય છે કે વિજળી ત્રાટકવાના કારણે અનેક પશુઓના મોત થયા હોવાનું બહાર આવ્યું છે

Related posts

ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજી અપનાવવામાં સૌથી આગળઃ માર્ક ઝકરબર્ગ

saveragujarat

ગુજરાતના રાજ્યપાલ અને લેડી ગવર્નરએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટાપાયે સફાઈ કાર્યને પૂર્ણ કર્યું.

saveragujarat

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો.

saveragujarat

Leave a Comment