Savera Gujarat
Other

સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત

નવી દિલ્હી, તા. ૧૫
દેશના નવા રાષ્ટ્રપતિની આગામી સોમવારે યોજાનારી ચૂંટણીમાં ભાજપે આબાદ દાવ ખેલીને વિપક્ષને લગભગ કલીનબોર્ડ કરી દીધા છે અને આ ચૂંટણી બાદ મહારાષ્ટ્રથી લઇ ઝારખંડ સુધીમાં રાજકીય સંકટ પણ પેદા કરી દીધુ છે. સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન છે અને એનડીએએ આદિવાસી મહિલા અને ઝારખંડના પૂર્વ રાજયપાલ દ્રૌપદી મુર્મુને ઉમેદવાર બનાવીને પ્રથમ બાજી જીતી લીધી હતી. વિપક્ષ દ્વારા સંયુકત ઉમેદવારની તલાશ બાદ અંતે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા તે પૂર્વે જ એક બાદ એક રાજયમાં વિપક્ષીની છાવણીમાં ગાબડા પડવા લાગ્યા હતા. સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં સતાપલ્ટો થયો અને શિવસેનામાં ભંગાણ સાથે ભાજપે સરકાર રચી ત્યારબાદ શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરે પક્ષને વધુ ભાંગતો બચાવવા માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી ઝારખંડમાં વિપક્ષની સરકાર વચ્ચે પણ ઝારખંડ મુકિત મોરચાના વડા અને મુખ્યમંત્રી હેમંત સોરેનએ પોતાના જ રાજયના આદિવાસી મહિલાને સમર્થન આપવાની જાહેરાત કરીને વિપક્ષની છાવણીમાં બીજુ ગાબડુ પાડયુ હતું.
ત્યારબાદ અનુ.જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના સાંસદો પણ હવે દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરશે તે નિશ્ર્‌ચિત છે. આંધ્રપ્રદેશમાં સતાધારી વાય.એસ.આર. કોંગ્રેસ દ્વારા અને તેના વિરોધી તેલુગુદેશમ બંને પક્ષોએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ જે એક સમયે એનડીએમાં જ હતા બાદમાં અલગ થયા હતા. તેઓએપણ આદિવાસી મહિલાના નામે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ પંજાબમાં ભાજપથી અલગ રહીને ધારાસભા ચૂંટણી લડનારા સીરોમણી અકાલી દળ પણ હવે એનડીએના ઉમેદવારને સમર્થન આપશે અને અન્ય રાજયોમાં પણ એક બાદ એક નાના વિપક્ષો દ્રૌપદી મુર્મુની તરફેણમાં જશે જેના કારણે હવે યશવંત સિંહા માટે જીત ભુલી જવા ઉપરાંત દ્રૌપદી મુર્મુ ૭પ ટકાથી વધુ મતોથી જીતી જાય તેવી ધારણા છે હવે આ ચૂંટણી બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ભાજપ આવતીકાલે બીજાે ગુગલી સર્જે તેવા સંકેત છે. જાેકે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપને ૩૯૦ મતની જરૂર છે અને તેની પાસે લોકસભા અને રાજયસભામાં ૩૯૪ મતો છે અને એનડીએના મતોને ગણાતા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય નિશ્ચિત છે અને આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ નુકસાન જશે મહારાષ્ટ્રમાં સંયુકત સરકારમાં સતા ગુમાવી અને ઝારખંડમાં પણ હવે આગામી સમયમાં ઝારખંડ મુકિત મોરચા સાથેનો તેનું ગઠબંધન જાેખમમાં મુકાય તેવા સંકેત છે.આગામી વર્ષે આવી રહેલી ધારાસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને હવે નવા પડકારોનો સામનો કરવો પડશે.

Related posts

વાહન ટકરાતાં યુવકને ફટકારી મહિલા જાેડે અસભ્ય વર્તન

saveragujarat

દેશમાં કોરોનાના વધતાં વિસ્ફોટને પગલે ગુજરાતમાંથી વતન ભણી પ્રયાણ કરવા મજબૂર બન્યાં મજૂરો

saveragujarat

જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

saveragujarat

Leave a Comment