Savera Gujarat
Other

રશિયા-યુક્રેન યુદ્ધ હજુ દોઢ મહિનો ચાલશે?

સવેરા ગુજરાત,યુક્રેન  તા. ૨૫

યુક્રેન પર રશિયાના હુમલાઓ અટકવાનું નામ લઈ રહ્યા નથી. આ બધાની વચ્ચે યુક્રેની સેનાએ દાવો કર્યો છે કે મોસ્કો 9 મે સુધીમાં યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે. એક અહેવાલ અનુસાર યુક્રેનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના સૂત્રોએ દાવો કર્યો છે કે, રશિયન સૈનિકોને એવો આદેશ આપી દેવાયો છે કે યુદ્ધ 9 મે સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈએ. આ તારીખે રશિયામાં વ્યાપક રીતે નાજી જર્મની પર વિજય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.દરમિયાન યુક્રેને મોસ્કો ઉપર પોતાના હજારો નાગરિકોને જબરદસ્તીથી રશિયા લઈ જવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે તેમાંથી અમુકને બંધક બનાવી લેવામાં આવ્યા છે જેથી કીવને યુદ્ધ છોડવા માટે દબાણ કરી શકાય. યુક્રેનના લોકપાલ લ્યૂડમિલા ડેનિસોવાએ કહ્યું કે 84000 બાળકો સહિત 402,000 લોકોને તેની ઈચ્છા વિરુદ્ધ લઈ જવામાં આવ્યા છે.બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પશ્ર્ચિમી સહયોગીઓએ યુક્રેન માટે નવા પ્રતિબંધો અને માનવીય સહાયતાનો વાયદો કર્યો છે

પરંતુ તેના પ્રસ્તાવ વધુ મજબૂત સૈન્ય સહાયતાથી ઓછા થઈ ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેન્સ્કીએ એક વીડિયોમાં આ અપીલ કરી છે.બેલારુસના એક ટોચના નેતાએ કહ્યું કે, યુક્રેનમાં પશ્ચિમી શાંતિરક્ષક દળોને તૈનાત કરવા સંબંધી પોલોન્ડનો પ્રસ્તાવ ત્રીજું વિશ્વયુદ્ધ ભડકાવી શકે છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કોએ પોલેન્ડને પાછલા સપ્તાહે શાંતિ મિશનની કરેલી રજૂઆત તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે આ વાતનો મતલબ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તેમ નીકળે છે. બેલારુસ રશિયાનું સહયોગી છે અને તેણે રશિયાને યુક્રેન ઉપર આક્રમકણ કરવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાની પરવાનગી આપેલી છે એટલા માટે સ્થિતિ ઘણી જ ગંભીર અને તણાવભરી છે.ઉત્તરી શહેર ચેર્નીહિવના એક સ્થાનિક સરકારી અધિકારીએ કહ્યું કે, વસતી માટે તબાહી સામે છે કેમ કે રશિયન સૈનિકો જાુણી જોઈને ખાદ્ય ભંડારને નિશાન બનાવી રહ્યા છે. આ સપ્તાહે એક હવાઈ હુમલામાં દેસના નદી ઉપર બનેલો પુલ નષ્ટ થઈ ગયો હતો જે યુક્રેન નિયંત્રિત ક્ષેત્રથી દક્ષિણમાં ભોજન અને અન્ય સહાયતા લાવવા માટે એક મહત્ત્વનો માર્ગ હતો.

Related posts

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક

saveragujarat

જામનગરમાં બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

saveragujarat

અમદાવાદમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને અંકુશમાં લેવા વધુ સતર્ક બની

saveragujarat

Leave a Comment