Savera Gujarat
Other

કાલથી બે માસ સુધી ચાલનારી આઇપીએલ મેચનો પ્રારંભ થશે : ક્રિકેટના રસિકો અને સટ્ટાખોરમાં મોજમાં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૫
ક્રિકેટર રસિકો દર વર્ષે જેની આતૂરતાથી રાહ જાેઈને બેઠા હોય છે તે ક્રિકેટના તહેવાર આઈપીએલને શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એકંદરે આવતીકાલથી રાઈટ ૫૬ દિવસ સુધી ક્રિકેટરસિયાઓને મોજેમોજ પડી જવાની છે. કાલથી આઈપીએલની ૧૫મી સીઝનનો રોમાંચક પ્રારંભ ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી થશે. આ વખતે મુંબઈ અને પૂનાના સ્ટેડિયમ ઉપર આખી આઈપીએલની ૭૦ લીગ મેચ રમાશે જેમાં કોઈ દિવસ ‘સ્ટ્રેટ’ મતલબ કે એકતરફી તો કોઈ દિવસ ઉથલ-પાથલયુક્ત તો કોઈ દિવસ કલ્પના બહારની ટક્કર થતી હોય તેવા મુકાબલા જાેવા મળશે. આઈપીએલમાં બે નવી ટીમોનો ઉમેરો થયા બાદ યોજાયેલા મૅગા ઑક્શન થયું હતું જેમાં ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓને ખરીદવા માટે નાણાંનો વરસાદ વરસાવી દીધો હતો. જે પછી અત્યારે કાગળ ઉપર તમામ ટીમ મજબૂત દેખાઈ રહી છે પરંતુ સાચી પરખ તો ગ્રાઉન્ડ ઉપર જ થવાની હોય કઈ ટીમ કેટલા પાણીમાં છે તેના પારખાં પણ થઈ જશે.
ટૂર્નામેન્ટની પહેલી જ ટક્કર ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ ઉપર સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી થશે. ટૂર્નામેન્ટના ૭૦ લીગ મુકાબલા મુંબઈ અને પૂનાના ગ્રાઉન્ડ પર રમાશે જ્યારે પ્લેઑફ માટે અમદાવાદનું લગભગ પાક્કું ગણવામાં આવી રહ્યું છે. ખેલાડીઓની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીએ રોયલ ચેલેજર્ન્સ બેંગ્લોરનું નેતૃત્વ છોડી દેતાં હવે તે ટીમમાં ખેલાડીના રૂપમાં રમશે. આવી જ રીતે ધોનીએ પણ ટીમની જવાબદારી રવીન્દ્ર જાડેજાને સોંપી દેતાં હવે તે પણ એક ખેલાડી તરીકે જ રમતો જાેવા મળશે. આ વખતે સીઝનમાં કુલ ૧૨ ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે. ડબલ હેડરના દિવસે પહેલો મુકાબલો બપોરે ૩ઃ૩૦ તો બીજાે મુકાબલો સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક ઉપરથી પ્રસારિત થશે. આ સીઝનમાં દિગ્ગજ ખેલાડીઓની રમત ઉપર તો સૌની નજર ટકેલી જ રહેશે જ્યારે અમુક અમુક ખેલાડીઓ એવા છે જેઓ ‘સરપ્રાઈઝ’ આપવા માટે તત્પર દેખાઈ રહ્યા છે ત્યારે તેઓ કેવા પ્રકારની તાકાત બતાવે છે તે પણ જાેવાઈ જશે. આઈપીએલમાં ચેમ્પિયન બનનાર ટીમને ૨૦ કરોડ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે.

Related posts

ગુજરાતમાં હોમ લોનમાં 21%નો વધારો

saveragujarat

અમદાવાદ ખાતે નાગલઘામ ગ્રુપ દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

saveragujarat

પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત

saveragujarat

Leave a Comment