Savera Gujarat
Other

હેલ્મેટ કાનૂનનો કડક અમલ કરાવો: હાઈકોર્ટનો હુકમ

સવેરા ગુજરાત/રાજકોટ: ગુજરાતમાં હેલ્મેટનું ફરી આગમન થાય તેવા સંકેત છે. એક તરફ લોકો હવે માસ્ક જવાનો ઈન્તજાર કરી રહ્યા છે તે વચ્ચે આજે ગુજરાત હાઈકોર્ટે એક સુનાવણી દરમ્યાન શા માટે ગુજરાત સરકાર દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાતના કાનૂનનો કરતી નથી તેમાં પ્રશ્ન પૂછયો હતો.હાઈકોર્ટે સરકારી લોકોની સુરક્ષાના મુદે શા માટે ઢીલાશ વર્તવામાં આવી રહી છે તેમાં પ્રશ્ર્ન કરીને હેલ્મેટના કાનૂનનો કડક અમલ કરાવવાની તાકીદ કરી છે. રાજયમાં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી હેલ્મેટ મુદે વિવાદ છે અને અગાઉની રૂપાણી સરકારે હેલ્મેટ ફરજીયાતના હાઈકોર્ટ તથા મોટર વ્હીકલ એકટનો અમલ કરવામાં હાઈકોર્ટમાં અનેક પ્રકારે મુદતો આપી હતી.

છેલ્લે હાલમાં જ રાજયના પોલીસ વડા દ્વારા ખાસ કરીને ધોરી માર્ગ પર હેલ્મેટના કાયદાનો અમલ કરવાની તાકીદ કરી હતી અને પોલીસ દ્વારા તેનો અમલ થઈ રહ્યો છે પણ હવે જો શહેરી ક્ષેત્રોમાં હેલ્મેટ પહેરવાના નિયમનો ફરી અમલ કરાવાશે તો પ્રજામાં જબરો ઉહાપોહ થવાની ધારણા છે.

Related posts

સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની રેપ બાદ હત્યા

saveragujarat

રોડ-રેલવે માટે સંપાદન કરાતી ખેડૂતોની મહામૂલી જમીનોના યોગ્ય અને સન્માનજનક એવોર્ડ ન મળતા ઉચ્ચ કક્ષાએ રજુઆત

saveragujarat

બજેટ 2022-23 પર વિશ્લેષણ આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા માત્ર 7 વર્ષમાં બજેટનું કદ લગભગ અઢી ગણું થયુ: શ્રી માંડવિયા

saveragujarat

Leave a Comment