Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

ભારતના રશિયા તરફના ઝુકાવથી અમેરિકાના પ્રમુખ બાઇડેન સખ્ત નારાજ

 

નવી દિલ્હીઃ યુક્રેન યુદ્ધમાં રશિયા પરના પશ્ર્‌ચીમી દેશોના પ્રતિબંધોમાં અમેરિકાના તમામ સહયોગીઓ એકમાત્ર ભારત જ એક અપવાદ હોવાનું જણાવતા અમેરિકી રાષ્ટ્રવડા જાે બાઈડને એવું વિધાન કર્યુ હતું કે આ પ્રતિબંધનો મામલો છે ત્યાં સુધી ભારત એ થોડા ઘણા અંશે અસ્થિર કે ઢીલું અથવા તો ડર અનુભવે છે. પ્રમુખ બાઈડને આ માટે ‘શેકી’ શબ્દનો ઉપયોગ કર્યો તો આમ યુક્રેન વોરમાં અમેરિકા સાથી દેશો સાથે ભારત પુરી મજબૂતાઈથી ઉભુ નથી તેવું પણ બાઈડને જણાવી દીધું હતું. ભારતે તેની આ યુદ્ધમાં નીતિ ‘તટસ્થ’ નજરે પડે તેવી રાખી છે. ભારતે ખાસ કરીને રશિયા સાથેના વ્યાપારી સંબંધો ઘટાડવા કે કાપ્યા નથી. ઉલટાનું વૈશ્વિક બજારમાં ક્રુડતેલના જે ઉંચા ભાવ છે તેની અસર ખાળવા ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ક્રુડતેલ ખરીદી રહ્યું છે.
બીજા વિશ્વયુદ્ધ બાદની યુરોપની આ સૌથી મોટી લશ્કરી કટોકટીમાં પશ્ર્‌ચીમી દેશોએ રશિયાને આર્થિક ડિપ્લોમેટીક રીતે લગભગ અલગ કરી દીધુ છે પણ ભારત યુદ્ધના વિરોધમાં હોવા છતાં પણ આ પ્રકારે આકરા પ્રતિબંધોથી દૂર રહ્યું છે અને ભાગ્યે જ રશિયા પર કોઈ પ્રતિબંધ લાદયા છે. અમેરિકાના પ્રમુખ જાે બાઈડને ‘કવાડ’ માં સાથી રાષ્ટ્રો જાપાન અને ઓસ્ટ્રેલિયા બન્નેની પ્રશંસા કરતા કહ્યું કે, રશિયન પ્રમુખ પુટીનની આક્રમકતા સામે મજબૂતાઈથી કામ લઈ રહ્યા છે પણ કવાડના સાથી તરીકે ભારત તેમાં જાેડાયું નથી.
વ્હાઈટ હાઉસના પ્રવકતાએ અમેરિકી પ્રમુખના આ વિધાનો એક પત્રકાર પરિષદમાં દર્શાવેલ પછી કહ્યું કે અમો વિવિધ સ્તરે આ અંગે ભારતના સંપર્કમાં છીએ. જાે કે પ્રમુખે હજું આ મુદો ભારતીય રાષ્ટ્રવડા સમક્ષ ઉઠાવ્યો નથી. ભારતે જાે કે અમેરિકાના પ્રવકતાના વિધાન પર કોઈ પ્રતિભાવ આવ્યો નથી. ખાસ કરીને જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકાના કવાડના સાથી હોવા છતાં ભારત અલગ પડયું છે તેથી નોંધ અમેરિકાએ લીધી છે અને આગામી દિવસોમાં તેનો પ્રભાવ જાેવા મળી શકે છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયાને સાથ આપ્યો હતો કે તેના વિરોધી વલણ લીધુ નથી. ફકત યુદ્ધ અટકાવાના રાષ્ટ્રસંઘ ઠરાવીને જ ટેકો આપ્યો છે.

Related posts

મંગળવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારને ચડશે કમળનો કલર.

saveragujarat

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની બનેલી ઘટનાથી આકરા પ્રહારો કર્યા

saveragujarat

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ હળવદ ભાજપના અગ્રણી નેતાના નિવાસસ્થાને મુલાકાત લીધી

saveragujarat

Leave a Comment