Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

એપ્રિલની પ્રારંભથી ગરમીનો પારો વધુ ઉચકાશે હવામાન વિભાગ

નવી દિલ્હી, તા. ૨૨
અમદાવાદ, ગાંધીનગર ઉત્તર ગુજરાત સહિત શહેરોમાં હોળી પછી હાલ સવારે ઠંડુ વાતાવરણ રહે છે પણ બપોર સુધીમાં તાપમાન ૪૦ ડિગ્રીને આંબી જાય છે. હાલ મિશ્ર વાતાવરણના અનુભવ થાય છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને દેશમાં માર્ચના આખરમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે.
એપ્રિલના પ્રારંભથી જ રાજધાની દિલ્હી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને યુપીના અનેક ભાગોમાં લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ચમાં અત્યાર સુધી દિલ્હીમાં ૬ દિવસ ૩૫ ડિગ્રી સેલ્સીયસથી વધુ તાપમાન રહ્યું હતું અને આ તાપમાન ઘટવાની કોઇ આશા નથી.પશ્ચિમ ભારતમાં ફરી એન્ટી સાયકલોનિક સકર્યુલેશન વધવાની સંભાવના છે. જેના કારણે દિલ્હી સહિત અને રાજયોમાં ગરમી વધશે, જે જગ્યાએ હજુ તાપમાન ૪૦થી ડિગ્રી નથી ગયું ત્યાં પણ તાપમાન વધશે.હજુ માર્ચ મહિનો પૂરો થવામાં છે પરંતુ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. અને આ જ કારણે ઘરો અને ઓફિસોથી લઇને કારો અને બસોમાં એસી ચલાવવાની જરૂરીયાત અનુભવાઇ રહી છે. ગરમી વધવાના કારણે દિલ્હી ફાયર સર્વિસની વ્યસ્તતા પણ વધી ગઇ છે. છેલ્લા ૧૦-૧૫ દિવસોથી આગની ઘટના ઝડપથી વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧માં દિલ્હીમાં ગરમીએ અનેક રેકોર્ડ તોડયા હતા. તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું હતું. જાેકે હજુ સુધી આ વર્ષે તાપમાન હાલ ૪૦ ડિગ્રીના આંકડાને પાર નથી થઇ શકયું. પણ હાલ તાપમાન સામાન્ય ૫ થી ૮ ડિગ્રી સેલ્સીયસથી ઉપર ચાલી રહ્યું છે. ૨૭ માર્ચ સુધી તાપમાન ૩૬ થી ૩૭ ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેશે.

Related posts

એસજી હાઈવેના તમામ ઓવરબ્રિજ પર કેમેરાનું અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવાયું

saveragujarat

જામનગરમાં 30 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત

saveragujarat

ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ

saveragujarat

Leave a Comment