Savera Gujarat
Other

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની બનેલી ઘટનાથી આકરા પ્રહારો કર્યા

સવેરા ગુજરાત ગાંધીનગર તા.૨૭

ગુજરાતમાં લઠ્ઠાકાંડની બનેલી ઘટનાથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે, આક્રોશ ઠાલવ્યો હતો કે આજની પરિસ્થિતિ અને ઘટનાથી ગુજરાતી પ્રજાએ બોધપાઠ લેવો જોઈએ એટલું જ નહીં આવી ઘટના પ્રથમ વખત ગુજરાતમાં નથી બની ત્યારે ગાંધીજીના નામે ધતિંગ વાળી નશાબંધીની નીતિ ગુજરાત કેમ છોડી શકતું નથી ?એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે નાગરિકોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી નશા નો અમલ થાય અને નશાબંધીના નાટકમાંથી લોકો બહાર આવે તેની ચિંતા પ્રજાએ કરવી જોઈએ. આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની સરકારના વર્તમાન મહિલા મંત્રી નિમિષાબેન સુથાર ની મુલાકાત દરમિયાન સ્થાનિક જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખે નશો કરીને જે કૃત્ય કર્યું હતું તે ઘટનાનો ઉલ્લેખ કરીને શંકરસિંહ વાઘેલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે દારૂ પીને પોતાના જ મહિલા મંત્રી ની પીઠ પાછળ હાથ ફેરવવાની ઘટનામાં ભાજપ ફક્ત રાજીનામું લઈને સંતોષમાને તે વાત કેટલી વાજબી છે?તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસ દારૂબંધીના નામે પીનાર અને દારૂ લઈ જનારને પકડે પરંતુ જિલ્લા પંચાયતનો પ્રમુખ દારૂ પીધેલો જોવા મળે અને મિનિસ્ટર બહેનની પીઠ પાછળ હાથ ફેરવે ત્યારે આવી ઘટનાથી ભાજપને શરમ આવવી જોઈએ. શંકરસિંહ વાઘેલાએ કાયદો વ્યવસ્થા અંગે કહ્યું કે આજે ગુજરાતની કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે પોલીસ તંત્ર સરકારની મહેરબાની ઉપર ચાલતું હોય તેમ લાગે છે.એટલું જ નહીં પોલીસ વિભાગમાં ચાપલુસી કરતા પોલીસ અધિકારીઓ મહત્વના હોદ્દા ઉપર છે જ્યારે સુરતમાં તો કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે ત્યારે આજની ભાજપ દારૂના ધંધા સાથે સંકળાયેલા તડીપાર ભ્રષ્ટાચારી તત્વોના હાથમાં ભાજપનું શાસન હોવાનો રાજકીય આક્રોશ શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો.

Related posts

ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગઃ ચાલક બળીને ભડથું થઈ ગયો

saveragujarat

ગુજરાતના 12 IPS-SPS અધિકારીની બદલી

saveragujarat

ગાંધીનગરની દીકરી ખુશીએ મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાત અને બ્રહ્મસમાજનો રંગ રાખ્યો

saveragujarat

Leave a Comment