Savera Gujarat
Other

રણોદરા ગામે ઢોલ વગાડતા સમયે પગ ઉપર પગ પડતા મારામારી થતા 3 વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

સવેરા ગુજરાત,ઇડર- તાલુકાના રણોદરા ગામે તા ૧૮-૩-૨૨ ના રોજ ગામના યશપાલ નાનજીભાઈ ખરાડી ચાલતા ઢોલ વગાડતા હતા અજાણતાથી તેમનો પગ વિજયભાઇ રામજીભાઈ ગામેતી ના પગ ઉપર પડતા વિજયભાઇ ગામેતી એ યશપાલ ખરાડીને અશ્લિલ અને બિભત્સ ગાળો બોલી ગડદા પાટુનો માર મારેલ તથા વિજયભાઇ ગામેતીનુ ઉપરાણુ લઇ અજુૅનભાઇ બાબુભાઈ માલવીયા તથા મુકેશભાઇ રાજુભાઇ માલવીયા આવી જઇ ત્રણેય ભેગા મળી યશપાલ ખરાડીને પકડી રાખી ગડદાપાટુનો માર મારી વિજયભાઇ ગામેતીએ જમીન પર પડેલી લાકડી પોતાના હાથમા લઇ યશપાલ ગામેતી ને મારવા જતા યશપાલ ગામેતીની માતા વચ્ચે પડતા તેઓના માથાના ભાગે લાકડી વાગતા માથાના ભાગે ઇજાઓ પહોચી હતી તેમજ ત્રણેય આરોપીઓ એ મા બેન સામે ગાળો બોલી હતી જે ઘટના અંગેની ફરિયાદ રેણુકાબેન નાનજીભાઈ ખરાડી એ ઇડર પોલીસ સ્ટેશને અજુૅનભાઇ માલવીયા, મુકેશભાઇ માલવીયા તથા વિજયભાઇ ગામેતી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.ટી.ભગોરા એ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી

Related posts

ગ્રાન્ટેડ શાળાની કોમ્પ્યુટર શિક્ષણ ફીમાં ત્રણ ગણો વધારો માંગતી રજૂઆત શિક્ષણમંત્રીને કરાઇ

saveragujarat

2002ના ગુજરાત રમખાણ તથા બાબરી મસ્જીદ ધ્વંસના તમામ કેસ બંધ કરતી સુપ્રિમ

saveragujarat

સિટિઝનશીપ કેનેડાએ પિયર્સન ટેસ્ટ ઓફ ઈંગ્લિશને મંજૂરી આપી

saveragujarat

Leave a Comment