Savera Gujarat
Other

નિકોલમાં ખોડલ માતાના સાનિધ્યમાં યોજાતાં લોકમેળામાં મહેરામણ ઉમટ્યું

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૯
નિકોલ નરોડા વિસ્તારમાં આવેલા ખોડલમાતાના મંદિરના સાનિધ્યમાં પ્રતિ વર્ષે હોળી-ધૂળેટીના પર્વમાં ભવ્ય લોકમેળો ભરાય છે. જાે કે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને પગલે આ લોકમેળો મોકૂફ રખાયો હતો ત્યારે હાલના સંજાેગોમાં કોરોનાના વ્યાપમાં ઘટાડો થતાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી જેને પગલે પરંપરાગત રીતે ખોડલ માતાના મંદિરના સાનિધ્યમાં યોજાતાં આ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ધૂળેટી ઉજવણી કરી બપોર બાદ આ મેળામાં લોકોની સંખ્યા સતત વધતી જાય છે. ખોડલા માતાના મંંદિરમાં માતાના દર્શન કર્યા બાદ લોકો ભરાતાં આ મેળાનો આનંદ માણે છે. જેમાં મોટી સંખ્યામાં ખાણી પીણીની લારીઓ તેમજ નાની મોટી ચીજવસ્તુઓની બજાર ભરાય છે જેમાં મેળાનો આનંદ માણવા આવેલા લોકોએ મેળામાં નાસ્તા પાણીની જયાફત માણી હતી અને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતાં પણ નજરે પડ્યાં હતા.

Related posts

જામનગર જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર.

saveragujarat

પુરા દેશમા ગુજરાતનો ઐતિહાસિક ચુકાદો, એક સાથે 38 આતંકવાદીઓને ફાંસીએ લટકાવી દેવાનો દેશનો પ્રથમ કિસ્સો.

saveragujarat

અમદાવાદમાં ઘરમાં જ ડ્રગ્સનો કાળો કારોબાર કરતી મહિલા ઝડપાઇ

saveragujarat

Leave a Comment