Savera Gujarat
Other

જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

સવેરા ગુજરાત- અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બિનવારસી મંદબુધ્ધિ મહિલાઓ માટે કાર્યરત “જય અંબે મંદબુધ્ધિ મહિલા આશ્રમ” ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કેક કાપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી…

* આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મ દિવસ નિમિત્તે ” જય અંબે મંદબુધ્ધિ મહિલા આશ્રમ “, બાયડ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કેક કાપી, મંદબુધ્ધિ મહિલાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું, તેમજ આશ્રમ ખાતે એલ.ઈ.ડી ટી.વી ભેટ સ્વરૂપે આપ્યું હતું…..

* પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મંદબુધ્ધિ આશ્રમના ટ્રસ્ટી અશોકભાઇને ૧૧,૧૧૧/- રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો, કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ સ્નેહલભાઇ પટેલ, બાયડ તાલુકા પ્રમુખ માનસિંહ સોઢા, બાયડ શહેર પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ તેમજ અરવલ્લી જિલ્લા અને બાયડ તાલુકા સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ઈડર પાંજરાપોળ સંસ્થાના વહીવટદાર સામે કાર્યવાહી નહી થાય તો જીવદયાપ્રેમીઓએ ઉચ્ચારી આંદોલનની માંગ

saveragujarat

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ

saveragujarat

કાલથી બે માસ સુધી ચાલનારી આઇપીએલ મેચનો પ્રારંભ થશે : ક્રિકેટના રસિકો અને સટ્ટાખોરમાં મોજમાં

saveragujarat

Leave a Comment