Savera Gujarat
Other

ઈડર પાંજરાપોળ સંસ્થાના વહીવટદાર સામે કાર્યવાહી નહી થાય તો જીવદયાપ્રેમીઓએ ઉચ્ચારી આંદોલનની માંગ

જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવા માંગ

 

ઈડર પાંજરાપોળ માં 116 ગાયો ના મોત ને લઈને આજે ઈડર ના જીવદયા પ્રેમીઓએ ઇડર પ્રાંત અધિકારી ને આવેદન આપ્યું

 

 

સવેરા ગુજરાત/ઈડર:-  ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો, તથા ઈડર પાંજરાપોરના ભ્રષ્ટ કર્મચારીઓ ભ્રષ્ટ વહીવટકર્તા તાત્કાલિક પદેથી દૂર કરી પાંજરાપોળનો વહીવટ ફરીથી જીવંત થાય. તે માટે આજે ઈડર ના જીવદયા પ્રેમીઓ એ ઇડર પ્રાંત અધિકારી ને આવેદપત્ર આપ્યું.. હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ત્યારે બીજી બાજુ આખા સાબરકાંઠા જિલ્લામાં આવેલી એવી એક માત્ર ઈડર પાંજરાપોર જીવદયા સંસ્થામાં ગૌમાતાઓ કમોતે મૃત્યુના મુખમાં ગયેલ છે. તા. ૦૨/૦૩/૨૦૨૨ નાં રોજ ઈડર
પાંજરાપોરમાં ૧૧૬ ગૌમાતાના મૃત્યુ થયાહતા તેમાં જવાબદાર કર્માચારી તથા જવાબદાર વહીવટદારને તાત્કાલિક પદથી દુર કરી અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ઈડર પાંજરાપોરમાં કેટલાય સમયથી કોઈને કોઈ પ્રકારનો વિવાદ થતો આવ્યો છે. તથા અબોલ પશુઓ સાથે અન્યાય થતો હોવા ની વાત બહાર આવી હતી. પણ માનવતાની દ્રષ્ટીએ હમોને આશ્વાસન આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવવાં છતાં હમોને કોઈ ફેર જણાતો નથી. અમોને કેટલાક જીવદયા પ્રેમીઓ કહેતા હતા કે આ વાત બહાર જશે તો આ સંસ્થાને કોઈ દાન આપશે નહિ. હમો પણ એ વાતને માન આપીને માનવતાની દ્રષ્ટીએ કોઈપણ જાતનો વિવાદ કરવા માંગતા નહોતા. પણ તા. ૦૨/0૩/૨૦૨૨ નાં રોજ બનેલી ઘટના અમો જીવાદાયા પ્રેમી તથા જીલ્લાના સાધુસંતોને બહુ આઘાત લાગ્યો છે. આજુબાજુના ગામલોકો આ સંસ્થામાં ખુબ જ મોટું દાન તથા ઘાસચારો આપે છે. તો શું એમને આ સંસ્થામાં પૂછવાનો કોઈ અધિકાર નથી. જો પૂછે છે તો વહિવટદાર શ્રી ભરતભાઈ ભંડારી ધ્વાર અયોગ્ય જવાબ આપવામાં આવે છે. તથા તેઓ કહે છે કે તમારાથી થાય તે કરી લો અહી તો જેમ ચાલતું હશે તેમ જ ચાલશે. અમોએ ૧૧૬ ગૌમાતાના મૃત્યુ શાનાથી થયા એનો જવાબ માંગતા ભરતભાઈ ભંડારીએ ગેરવ્યાજબી જવાબ આપતા કહે છે કે અહી તો ફક્ત ૩૦ પશુ જ માર્યા છે અને
પાંજરાપોરનાં પ્રમુખને પુછતા ૫૦ પશુઓ મર્યા છે. એ વખતે અમોને પ્રશ્ન ઊભો થયેલ કે ૫૦ નહિ પરંતુ ૧૧૬ પશુ મૃત્યુ પામેલા. આ વાતને દબાવી દેવા માટે કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર રાતોરાત પશુઓને ખાડો ખોદી પૂરી દેવામાં આવ્યો જે વાતની અમોને જાણ થતા અમો પાંજરાપોરમાં તપાસ અર્થે ગયા ત્યારે ખબર પડી એ ૩૦ કે ૫૦ નહિ પરંતુ ૧૧૬ પશુઓના મૃત્યુ થયેલ છે. આ સંસ્થા જોડે અત્યારે ૧૫૦૦ પશુ છે. ત્યારે એની સામે સંસ્થા પાસે ૮૮૧ એકર જમીન હોવા છતાં પશુઓને ૨૪ કલાકમાં માત્ર ૧ જ વખત ચારો મળે છે. જ્યારે માણસ દિવસમાં ૨ વાર ભોજન કરે છે. તો આ અબોલ જીવોનો શું વાંક કે ૨૪ કલાકમાં ૧ જ વાર ચારો મળે. ઈડર પાંજરાપોર સંસ્થા સરકારશ્રી દ્વારા પણ ખુબ મોટું દાન મેળવે છે. છતાં વહીવટની અણઆવડતના કારણે દિવસે દિવસે પશુઓની હાલ ગંભીર થતી જાય છે. અને મોતના મુખમાં પહોચે છે. તો અહી જે કર્મચારીઓને ગાયોની સાર સંભારનું જ્ઞાન નથી તેઓને અહી નોકરી પર રાખેલ છે. અને પાંજરાપોરમાં રહી બીજા કર્મચારીઓ સાથે મળી પાંજારાપોરમાં ગેરરીતિ એટલે કે દારુ તથા પાંજારાપોરમાં ભેસના પાડાને કાપી માસ મદીરા પાન કરાવી પોતે જો હુકમી કરાવી રહ્યા છે. જે આજુબાજુના ગામ લોકો દ્વારા જાણવા મળેલ જે કર્મચારીને જે જવાબદારી સોપવામાં આવેલી છે તે યોગ્ય રીતે નિભાવતા ન હોવાની વાત જાણવા મળેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ કર્મચારીઓને પદ પરથી દૂર ન કરતા આજે આ ૧૧૬ ગૌમાતાના મૃત્યુના જવાબદાર હોવાથી તાત્કાલિક પદેથી દૂર કરવા વિનંતી. જો દિવસ ૧૦ ની અંદર કાર્યવાહી કરવામાં નહિ આવે તો પ્રાંત કચેરી આગળ ઉપવાસ આંદોલન કરીશું. આપ સાહેબને નમ્ર વિનંતી કે આ અબોલ પશુઓને યોય ન્યાય મળે તથા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો પ્રાપ્ત થાય એવી વિનંતી.

Related posts

જમાલપુર પેટ્રોલ પમ્પ પર આગ કેવી રીતે લાગી જુઓ વિડીયોમા…

saveragujarat

કર્મચારીને ચુકવવાનાં નાણાંં બાબતે હાઈકોર્ટેનાં આદેશનો અમલ ન થતાં લોરિયલ કંપની સામે કન્ટેમ્પટ રિટ દાખલ

saveragujarat

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ

saveragujarat

Leave a Comment