Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

ઉનાળાની શરુઆત થતા ઈડરમા જીવદયા મિત્ર મંડળ દ્રારા પક્ષીઓ માટે પાણીના કુંડ ભરવામા આવ્યા

ઈડર જીવદયા મિત્ર મંડળ દ્વારા નવતર અભિગમ

ઈડરની જીવદયા મિત્ર મંડળ ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી

 

સવેરા ગુજરાત/ઇડર:-  સાબરકાંઠામાં સૌથી વઘુ ગરમી ઇડર માં પડતી હોય છે. અને આ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે માણસો તો ગરમીથી બચવા માટે પાણીની વ્યવસ્થા કરી લે છે. પરંતું આવી બળબળતી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બનતી હોય છે. ચણવા માટે ચણ તો મળી રહે છે. પણ ઇડરગઢ પર રહેતા પશુ પક્ષીઓને પીવા માટે પાણી મળતું હોતું નથી ત્યારે ઇડરના જીવદયા મીત્ર મંડળ દ્વારા પાણી પહોંચાડવાની સેવા કાર્ય કરી રહ્યું છે.હવે ગરમી પડવાની સરુ થઇ ગઈ છે ત્યારે લોકો માટે તો અનેક સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાએ પર પાણીની પરબો ચાલુ કરવામાં આવે છે. જ્યારે અબોલ પશુ અને પક્ષી માટે કોઇજ પરબ બનાવવામાં આવતી નથી. આ કાળજાળ ગરમી માં માણસો ઓછા હોત છેઅને પાણીની જરૂરિયાત હોવાથી ઈડરની જીવદયા મીત્ર મંડળ દ્વારા લાકડી ની મદદથી પાંચ લીટર નાં ચાર કેરબા અને બીજા મીત્રો હાથમાં એક એક એમ બે માણસો પંદર પંદર લીટર ના કેરબા પાણી ભરી ગઢ ઉપર લઇ જવામાં આવે છે. અને ડુંગરોમાં અંદર સુધી પાણી પહોંચાવામાં આવે છે.ત્યારે ઇડરના વિનોદભાઈ સોની, કેતનભાઈ સોની અને જીવદયા મીત્ર મંડળ નાં જણાવ્યાં પ્રમાણે સૌ મીત્રો સાથે મળી અને કાળજાળ ગરમી માં પશુ પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે ઈડર ગઢ પર ડુંગરનીઅંદર ની સાઈડ માં આવેલ શિલાઓ માં આવેલ ખાડા ઓને કુંડા જેવી રીતે બનાવી તેમાં પાણી ભરવામાં આવે છે.

ઇડરગઢ ઉપર દીપડાનો પરીવાર પણ વસવાટ કરે છે જ્યારે તેમને પાણી પીવા નથી મળતું ત્યારે આ દીપડાઓ નો પરીવાર રહેણાંક વિસ્તારમાં પાણીની શોધ માં આવી જાય છે. જો તેઓને ગઢ પર જ પીવાનું પાણી મળી જાય તો તેમણે માનવ વસવાટ સુધી આવવું પડે નહી. તે માટે ઇડર જીવદયા મીત્ર મંડળ ની ટીમ ડુંગરની અંદર સુધી પાણી ની વ્યવસ્થા કરી સરાહનીય કામગીરી કરી રહ્યા છે. અને જીવદયા મીત્ર મંડળ ના તમામ મીત્રો પાણીના કેરબા ભરીને ઈડરિયા ગઢ પર સવારે 6 વાગે નીચેથી પાણીના કેરબા ભરી ડુંગરા પર ઠેરઠેર મુકેલા પાણીના કુંડા સફાઈ કરી ચોખું પીવાનું પાણી ભરે છે.જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઇડરગઢ પર વસવાટ કરતાં પક્ષીઓ જેવાકે મોર, ઢેલ,પોપટ, કબુતર, ચકલીઓ, કાગડા અનેસસલાં, નોળિયા, વાંદરા, કૂતરાં અને અન્ય જંગલી પ્રાણીઓ પોતાના કંઠ ની તરસ બુઝાવી સકે તે માટે આવેલ તમામ જગ્યાઓ પર પાણીના કુંડા ભરવામાં આવેલ હતા. જીવદયા મીત્ર મંડળ ઈડર ગઢ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે..

 

 

Related posts

ભારત બંધની અસર ને કારણે દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે ખેડૂતોએ કર્યો બ્લોક

saveragujarat

આઇટી બ્રાન્ચમાં ભણતા વિદ્યાર્થી પર ચાર લોકોએ હુમલો કર્યો

saveragujarat

અમદાવાદમાં ૭૨ વર્ષ બાદ નવા રથોની સાથે નીકળશે રથયાત્રા

saveragujarat

Leave a Comment