Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો.

  • દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ તેમજ યુનિવર્સિટીના નવા સંકુલનું વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલથી એનાયત કરવામાં આવ્યા તો 14 ને ડોકટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી
  • દાંડીયાત્રામાં તે સમયે સામેલ થયેલા દરેક સત્યાગ્રહીઓને સ્મરણ કર્યા અને વિર સ્વતંત્ર સેનાનીઓને આદરપુર્વક શ્રધાંજલી અર્પણ કરતા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
  • દેશ જ્યારે “આઝાદીના અમૃત મહોત્સવનાં 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે રક્ષા ક્ષેત્રની ઓળખ અલગ હશે તેવો વિશ્વાસ વ્યકત કરતા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
  • રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડો નથી આ ક્ષેત્ર ખૂબ વિશાળ છે તેમાં વેલ ટ્રેન્ડ મેન પાવર સમયની માંગ છે:-  નરેન્દ્રભાઈ મોદી
  • વૈશ્વિક સ્તરની ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાય પણ નથી જે માત્ર ભારત અને તેમાં પણ ગાંઘીનગર માજ આ યુનિવર્સિટી છે:-  નરેન્દ્રભાઈ મોદી
  • આ યુનિવર્સિટી દેશનું એક ઘરેણું છે જે રાષ્ટ્રની રક્ષા માટે ટ્રેનીંગ આપશે:-  નરેન્દ્રભાઈ મોદી
  • કાયદો અને વ્યવસ્થાના વિષયને હોલેસ્ટીક એપ્રોચથી નવી દીશા આપવાનું કામ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  કર્યું છે:-  અમિતભાઈ શાહ
  • ગૃહવિભાગ તરફથી માન.વડાપ્રધાનનું સ્વાગત કરુ છું અને ખૂબ આભાર માનુ છે કે ઘણા વ્યસ્ત સમયમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા:-  અમિતભાઈ શાહ
  • https://youtu.be/TFCdKG216xE

સવેરા ગુજરાત/ગાંધીનગર:-   પ્રઘાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી  ગુજરાતની પાવન ભૂમી પર વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આવ્યા છે જેમાં આજે તેમનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ તેમજ યુનિવર્સિટીના નવા સંકુલનું વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ચિલોડા ખાતે ગુજરાતની જનતાએ દેશના પનોતા પુત્રને હ્રદયપુર્વક ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો ત્યાર બાદ દહેગામથી રક્ષા શક્તિ યુનિવર્સિટી સુધી રોડ-શો મારફતે  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  લાખોની જનમેદનીને હાથ ઉંચા કરી સૌનું અભિવાદન ઝીલ્યુ. રક્ષા શક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  સાથે દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ ,રાજયના મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના પ્રદેશના હોદેદારઓ તેમજ યુનીવર્સિટીના વાઈસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલથી એનાયત કરવામાં આવ્યા તો 14 ને ડોકટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી.

આ કાર્યક્રમના સંબોધનમાં દેશના ગૃહ અને સહકારમંત્રી અમિતભાઇ શાહ જણાવ્યું કે, આ કાર્યક્રમ પછી રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તર પર કાર્ય કરવા આગળ વઘશે. 2002 થી 2013ના વર્ષની વાત કરતા જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા પછી તેમને કાયદા અને વ્યવસ્થાના વિષયને હોલેસ્ટીક એપ્રોચથી નવી દીશા આપવાનું કામ કર્યું.  નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી બન્યા પછી પહેલુ કામ સમગ્ર પોલીસ વિભાગને આધુનિકરણ કરવાનું કર્યું હતું. તેમના નેતૃત્વમા ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશનોને કમ્પ્યુટરાઈઝેશન કર્યા. પોલીસ સ્ટેશનને કન્ટેકટીવીટીનું કામ કર્યુ અને અત્યાધુનિક સોફટવેર ડેવલોપ કરવામાં આવ્યા જેમાં કોન્સટેબલની ભરતીમાં કોમ્યુટરના જાણકારને અગ્રીમતા આપવામાં આવી જે લોકો પહેલાથી કોન્સ્ટેબલ તરીકે ફરજ પર હતા તેમની ટ્રેનીગનું પણ એક વિસ્તૃત આયોજન કરી પોલીસ વિભાગને ઓનલાઇન કર્યુ.  નરેન્દ્રભાઇ મોદી  ત્રણ સૌથી મહત્વના કામ પણ કર્યા જેમાં દેશની સૌથી સારી લો યુનિવર્સિટી બનાવવી, રક્ષા યુનિવર્સિટી અંગે તે જ સમયે બનાવવાનું આયોજન કરાયું, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી. મોદી  ગુજરાતમાં એ પ્રકારની વ્યવસ્થા તે સમયે કરી કે દેશનો યુવા નક્કી કરે કે તેને દેશની સેવા કરવી છે તો, તેને ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તે તેની ટ્રેનીગ તે જ દિશામાં આગળ વધે તેવુ આયોજન ગુજરાતમાં કરી દેશ સમક્ષ એક મોડલ પ્રસ્થાપિત કર્યુ. પોલીસ વિભાગનુ આધુનિકરણ કર્યા પછી ટેકનોલોજીથી સજ્જ કર્યા પછી ગુજરાત પોલીસે ગુનેગારોને સજા કરાવવાની ટકાવારી માત્ર ત્રણ વર્ષમા વધારીને 22 ટકા હાંસલ કરી. દેશની જનતાએ વડાપ્રધાનને દેશની સેવા કરવાની કમાન સોંપી ત્યારે વડાપ્રધાનએ દેશના દરેક ક્ષેત્રમાં જેમ કે ઇન્ફાસ્ટ્રક્ચર, રેગ્યુલેશન, દેશની બહાર અને અંદરની સુરક્ષા અંગે અલગ દ્રષ્ટીકોણથી આજની જરૂરયાત પ્રમાણે પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો જેનો રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટી તેનુ એક ઉદાહરણ છે.

અમિતભાઇ શાહ  વધુમાં જણાવ્યું કે, આ ક્ષેત્રમાં સારુ પરિવર્તન ત્યારે આવવું શકય છે કે જયારે આવા ક્ષેત્રમાં પ્રોફેશનાલિઝમ હોય અને આવા ક્ષેત્રમાં કામ કરવાનું કર્મયોગી કર્મચારીને ગૌરવ થાય. આજે 2018 થી લઇ અત્યાર સુધીના પાંચ બેચના 1090 વિદ્યાર્થીઓને પદવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે મળવા જઇ રહી છે. જે વિદ્યાર્થીઓ હાલ અહી અભ્યાસ કરી રહ્યા છે તેઓને ઉત્સાહ આપતા જણાવ્યું કે, આ ક્ષેત્રમાં ખૂબ ઉત્સાહથી કામ કરી દેશની કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવાનું કામ કરવાનો ઉદ્દેશ રાખવા હાંકલ કરી.  અમિતભાઇ શાહ  જણાવ્યું કે ગૃહવિભાગ તરફથી માન.વડાપ્રધાનનું સ્વાગત કરુ છું અને ખૂબ આભાર માનુ છે કે ઘણા વ્યસ્ત સમયમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સંબોધન કરતા જણાવ્યું કે, આજના સમયમાં પરિવાર નાના થતા જાય છે, જવાન વધારે સમય નોકરી કરી ઘરે પરત ફરે ત્યારે સ્ટ્રેસની અનુભૂતી થાય છે. આવા સમયે સ્ટ્રેસ ફ્રી એકટીવિટી કરાવવી એક જરૂરિયાત બની છે. આ રક્ષા યુનિવર્સિટી આવા ટ્રેનર તૈયાર કરી શકશે કે જે યુનિફોર્મ વાળા જવાનોને મનથી મસ્ત રાખવાનું કામ કરી શકશે. જે રીતે સાઇબર સિક્યુરિટીના ઇસ્યુ બને છે, ક્રાઇમમાં ટેકનોલોજી વધતી જાય છે તે જ રીતે ક્રાઇમ ડિટેકશનમાં ટેકલનોલોજી સૌથી વધુ મદદરૂપ થાય છે. સુરક્ષાકર્મીઓ માટે ટેકનોલોજી એ એક મોટુ સશકત હથિયાર છે. દિવ્યાગં ભાઇ-બહેનો જો રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ટ્રેનીગ મેળવે તો તેઓ પણ દેશમાં મોટુ યોગદાન આપી શકશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  સંબોધન કરતા જણાવ્યું કે, આપણી પાસે બે યુનિવર્સિટી એવી તૈયાર થઇ છે કે જે વિશ્વમાં પહેલી યુનિવર્સિટી બની છે. વૈશ્વિક સ્તરની ક્યાય પણ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી નથી જે માત્ર ભારત અને તેમાં પણ ગાંઘીનગર પાસે આ યુનિવર્સિટી છે. તેમણે વધુમાં કહ્યુ કે હું એવી ઈચ્છા ધરાવું છુ કે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં એવા લોકો તૈયાર થાય કે જેમને જેલની વ્યવસ્થાનાં વિષયમાં માસ્ટરી હોય. જેલની વ્યવસ્થા આધુનિક કેવી રીતે બને, જેલના કેદીઓની સાયકીક ને એટેન્ડ કરી કામ કરવા વાળા કર્મીઓ તૈયાર થાય જેથી કેદીઓ સજા પુરી કરી એક સારો વ્યક્તિ બનીને બહાર જાય તેનું કામ પણ આ યુનિવર્સિટીમાં થાય તે અંગે જણાવ્યું. આજે મને રક્ષા યુનિવર્સિટીના ભવ્ય ભવનનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. આ ભવનને ઉર્જાવાન રાખવાનું કામ દરેક વ્યકતિ પોતાનું માને અને તેને સારુ કરવા પોતે કંઇક નવું કરવાનું વિચારે તેમ જણાવ્યું. આવનારા દિવસમાં રક્ષા યુનિવર્સિટીનું કેમ્પસ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પોલીસ યુનિવર્સિટી નથી આ રક્ષા યુનિવર્સિટી છે જે સંપુર્ણ રાષ્ટ્રની રક્ષાના સંદર્ભમાં મેન પાવર તૈયાર કરવાવાળી યુનિવર્સિટી છે. જે વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પુરો કર્યો છે તેમને નવા ભવિષ્ય માટે શુભકામના પાઠવી અને દરેક વિદ્યાર્થી કોઇને કોઇ યુનિફોર્મમાં જયારે જાય ત્યારે યુનિફોર્મનો પ્રભાવ બન્યો રહે પરંતુ તેમાં માનવતાનો અભાવ કયારેય ન રહેવો જોઇએ તે ભાવથી નવ યુવા પેઢી આગળ વધે તેમ જણાવ્યું. આજે જે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા તેમાં દિકરીઓની સંખ્યા વધુ હતી તેનો મતલબ પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં દિકરીઓ આવી રહી છે સેનામાં પણ મોટા પદમાં દિકરીઓ આગળ આવી છે. એન.સી.સી. માં પણ મોટી સંખ્યામાં દિકરીઓ ભાગ લઇ રહી છે. રક્ષા યુનિવર્સિટી હિન્દુસ્તાનના સમગ્ર રક્ષા ક્ષેત્રને બદલશે. રક્ષાનો વિચાર અને આવનાર યુવા પેઢી માટે નવા પરિણામ લાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. આજે પહેલા કન્વોકેશનમાં જે વિદ્યાર્થીઓને આજે વિદાય મળી છે તેમને જણાવ્યું કે, આજે જે પણ અંહીથી તમને મળ્યું છે તેને જીવનભર એક મંત્ર બનાવી દેશમાં રક્ષા શક્તિની પ્રતિષ્ઠા પ્રથમ બેચના વિદ્યાર્થીઓ માટે વધારે તેમ હાંકલ કરી. આપનાં યોગદાનથી વધુમાં વધુ યુવાઓ આ ક્ષેત્રમાં જોડાય તે માટે તેમને પ્રેરિત કરવા જણાવ્યું. દેશ જ્યારે “આઝાદીના અમૃત મહોત્સવનાં 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે રક્ષા ક્ષેત્રની ઓળખ અલગ હશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.

Related posts

સરકારી તબીબો અને સરકાર વચ્ચેની લડાઇમાં ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલ સારવાર લેવા મજબૂર

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો “હેન્ડ બેલ્ટ” નો નવતર પ્રયોગ

saveragujarat

ઉત્તરાખંડમાં ભારે વરસાદ થતા કેદારનાથ યાત્રા અટકાવવી પડી

saveragujarat

Leave a Comment