Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

વડાપ્રધાન મોદી ખેલ-મહાકુંભ સ્ટેડીયમમા પહોચે તે અગાઉ ‘રોડ-શો’ ની હેટ્રીક

સવેરા ગુજરાત/અમદાવાદ:-  ખેલ મહાકુંભ 2022 નો આજે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ થવા જઈ રહ્યો છે .આ કાર્યક્રમનું ઉદ્ધાટન પી.એમ. ખુદ કરશે. જેના પગલે સમગ્ર અમદાવાદને દુલ્હનની જેમ શણગારાયું છે અને સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઈ ચુકી છે. મોટા પ્રમાણમાં ભાજપના મંત્રીઓ અને સંગઠનના લોકો સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા  છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમા ભાગ લેનારા ખેલાડીઓ અને અનેક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્ટેડીયમ ખાતે  હાજર છે. ગૃહમંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પોતે જીણવટ ભર્યું સમગ્ર તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યા છે.

વડાપ્રધાનના કાર્યક્રમના પગલે તમામ સિક્યોરિટી ચેકિંગ ચાલી રહ્યું છે. કોઇને પણ અંદર પ્રવેશ આપતા પહેલા ત્રીસ્તરીય સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અંદર સાથે પાણીની બોટલ જેવી વસ્તુ લઇ જવાની પણ મનાઇ છે. ગુજરાતના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ ઉપરાંત નારણપુરા સરદાર પટેલના બાવલા સર્કલથી નવરંગ સર્કલ સુધીના તમામ વાહનો રોકીને બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે.  વડાપ્રધાન પોતે રાજભવનથી નિકળી ચુક્યાં છે. ટુંક જ સમયમાં સ્ટેડિયમ ખાતે પહોંચી જશે.

Related posts

શાકભાજીના ભાવ બાદ હવે ચોખાના ભાવ વધવા શક્યતા

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.

saveragujarat

સાડા ત્રણ લાખની કિંમતના ચરસ સાથે બે ડ્રગ્સ પેડલર ઝડપાયા

saveragujarat

Leave a Comment