Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આઇટી બ્રાન્ચમાં ભણતા વિદ્યાર્થી પર ચાર લોકોએ હુમલો કર્યો

સવેરા ગુજરાત,રાજકોટ,તા.૧૧
રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરનારા વિદ્યાર્થીને ચાર જેટલા વિદ્યાર્થીઓએ જ્ઞાતિ વિશે હડધૂત કરી ઢોરમાર માર્યો હતો. ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકમાં ચાર જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરજ નરોડિયા, નંદન કુમાર ગામી, પૂર્વ તેમજ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે પીડિત વિદ્યાર્થીએ કુવાડવા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, ‘હું નવા થોરાળા વિસ્તારમાં રહું છું. તેમજ રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં આઈ.ટી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. મારા ક્લાસમાં સુજલ તેમજ નંદન કુમાર ગામી નામના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. તેઓ સવર્ણ જ્ઞાતિના છે જ્યારે કે હું અનુસૂચિત જનજાતિમાંથી આવું છું. મારી પાસે ફ્રી શિપ કાર્ડ હોવાના કારણે તેઓ મને ઓળખે છે. છ મહિના પૂર્વે હું મારા ક્લાસમાં હતો ત્યારે સુજલ અને નંદન કુમારે મારી સાથે બોલાચાલી કરી હતી. તેઓ મને કહેતા કે તને સરકાર તરફથી ફ્રી શિપ કાર્ડ મળ્યું હોવાથી તું આ કોલેજમાં અભ્યાસ કરે છે. નહિતર આ કોલેજમાં તારી અભ્યાસ કરવાની હેસિયત નથી. આ વાત મેં મારા ઘરે પણ કોઈને જણાવી નહોતી.’તે વધુમાં જણાવે છે કે, ‘પરંતુ ગઈકાલે હું મારા ક્લાસની બહાર ઉભો હતો ત્યારે અમારી કોલેજમાં જ અભ્યાસ કરતો પૂર્વ નામનો વિદ્યાર્થી ત્યાંથી નીકળ્યો હતો અને મને લાત મારી જમીન પર પાડવાની કોશિશ કરવામાં આવી હતી. બાદમાં પૂર્વ એ તું કયા ક્લાસમાં અભ્યાસ કરે છે તેમ કહી મારી સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ બપોરના ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં હું જમવા જવા માટે કેન્ટીનમાં જતો હતો ત્યારે પૂર્વ અને સુજલ મારી પાસે આવ્યા હતા અને મને મારવાની ધમકી આપી હતી. સવારે ૯ વાગ્યે હું મારી કોલેજે ગયો ત્યારે મારા ક્લાસમાં સુજલ અને નંદન કુમાર મારી સાથે મસ્તી કરવા લાગ્યા હતા. મારી મજાક ઉડાવવા લાગ્યા હતા.’
પીડિત વિદ્યાર્થી વધુમાં જણાવે છે કે, ‘સવારના ૧૦ઃ૩૦ વાગ્યાના અરસામાં સુજલ કાર લઈને આવ્યો હતો અને હું એકટીવા લઈને મારા ઘર તરફ જવા નીકળ્યો હતો. ત્યારબાદ કારમાંથી સુજલ નંદન કુમાર અને એક અજાણ્યો વિદ્યાર્થી ઉતર્યો હતો અને ચારેય લોકોએ મને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ સુજલ સહિતના તમામ વિદ્યાર્થીઓએ મને મારી જ્ઞાતિ પ્રત્યે અડધો કરતા શબ્દો પણ કહ્યા હતા. સમગ્ર મામલે હું બેભાન જેવો થઈ જતા મને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.’

Related posts

દેશના પ્રથમ સોલાર મીશન આદિત્ય એલ-૧નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં થશે

saveragujarat

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

saveragujarat

૧૧ દિ’માં અમદાવાદીઓએ ૨.૬ કરોડનો દંડ ભર્યો

saveragujarat

Leave a Comment