Savera Gujarat
તાજા સમાચારભારત

ભારત બંધની અસર ને કારણે દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે ખેડૂતોએ કર્યો બ્લોક

કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ સોમવારે દેશવ્યાપી બંધનું એલાન કર્યું. આ દરમિયાન, ખેડૂતો વિવિધ હાઈવે પર ચક્કા જામ કરશે તેમજ રેલવે લાઈનોને પણ અવરોધશે. ખેડૂતો સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી ચક્કા જામ કરશે અને વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આરજેડી, બીએસઈ અને સપા સહિત દેશના લગભગ દરેક વિપક્ષી પક્ષોએ ખેડૂતોના ભારત પ્રતિબંધને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.લાલ કિલાના બન્ને કેરિજવેને બંધ કરી દેવામાં આવ્યા છે અને છત્તારેલ અને સુભાષ માર્ગ બંને બાજુ બંધ કરી દેવામાં આવ્યા છે.

–  ખેડૂતોના વિરોધને કારણે યુપીથી ગાઝીપુર વચ્ચે વાહનો ની અવર જવર બંધ કરી દેવામાં આવી છે.

– પુસ્તા માર્ગ, લોની રોડ, આનંદ વિહાર, અપ્સર બાર્ડર ટિકરી કાપસહેડા પર વાહનોનો ટ્રાફિક જોવા મળ્યો.

– વિકાસ માર્ગ ITO રેડલાઇટ પર વેઈટીંગ ટાઈમ વધ્યો. બહારના રીંગ રોડ પર સરાઇ કાલે ખાંથી રાજધાટના વચ્ચે વાહનોનો          ટ્રાફિક જોવા મળ્યો, મુખ્ય વઝીદારાબાદ રોડ ચક્કાજામ બન્યો.

– ભારત બંધને જોતા ખેડૂતોએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કરી દીધો.

– દિલ્હી ટ્રાફિક પોલીસે વિરોધ પ્રદર્શન જોયા બાદ ગાઝીપુર બોર્ડર બંધ કરી દીધી.

Related posts

ભગવાન જગન્નાથને વધાવવા ભક્તો આતુર, તમામ તૈયારીઓ પૂર્ણ

saveragujarat

બિપરજાેય રાજસ્થાન ભણી, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

saveragujarat

શાકભાજીના ભાવ બાદ હવે ચોખાના ભાવ વધવા શક્યતા

saveragujarat

Leave a Comment