Savera Gujarat
Other

કેસરિયા રંગે રંગાયું આખુ કમલમ , નેતાઓએ ફૂલોથી PM મોદીની ચરણ વંદના કરી

સવેરા ગુજરાત/ગાંધીનગર:- એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો પુરો કરીને PM મોદી કમલમ પહોંચ્યા છે. ત્યારે નીતિન પટેલ સહિતના નેતાઓએ ફૂલ અર્પણ કરી મોદીની ચરણ વંદના કરી હતી. કમલમના પ્રવેશદ્વાર પર પુષ્પવર્ષા કરીને તેમનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. કમલમમાં પ્રવેશતા સમયે પીએમ મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. કમલમમાં શંખનાદ કરવામાં આવ્યો હતો, જેની ગુંજ આખા પ્રદેશ કાર્યાલયમાં સંભળાઈ હતી.

કમલમમમાં કાગડોળે પીએમ મોદીના આગમનની રાહ જોવાઈ રહી હતી. ત્યારે આખરે પીએમ પહોંચતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હોલમાં તમામ નેતાઓ ગોઠવાઈ ગયા છે. સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે.

રોડ શોમાં ફસાયેલા અમદાવાદના મેયરને કમલમમાં પ્રવેશ ન મળ્યો
કમલમમાં હાજરી આપવા નીકળેલા અમદાવાદના મેયર કિરીટ પરમાર રસ્તામાં અટવાયા હતા. મેયર રોડ શોમાં ફસાયા હોવાથી સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા. તેથી તેમને કમલમમાં પ્રવેશ અપાયો ન હતો. પીએમ મોદી પહોંચી ચુક્યા હોવાથી પ્રવેશ બંધ કરાયો હતો, અને મેયરને અંદર પ્રવેશ મળ્યો ન હતો.

Related posts

હિંમતનગરના હમીરગઢ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

saveragujarat

ભાજપની ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર, અનેક દિગ્ગજાેનાં પત્તા કપાયા

saveragujarat

ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી

saveragujarat

Leave a Comment