Savera Gujarat
Other

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં યશગાથા મેળવી વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન

ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવા આતુર ભાજપના આગેવાનો

સવેરા ગુજરાત/ગાંધીનગર બિગ બ્રેકિંગ:-  દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનો યશગાથા લઇ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યાં છે જેને લઇને અમદાવાદ અને ગાંધીનગરમાં તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના કેન્દ્રીય મંત્રીઓ તમામ ધારાસભ્ય, સાંસદ, આગેવાનો તેમજ કાર્યકર્તા કમલમ ખાતે પહોેંચ્યાં છે. જ્યાં વડાપ્રધાન પહોંચતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ચાર વિધાનસભાની ચૂંટણીના વિજયોત્સવ બાદ આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનિતીનો તખ્તો તૈયાર કર્યો છે. આ દરમયિન હાલ થોડીજ ક્ષણોમા પ્રધાનમંત્રી ગાંધીનગર કમલમ ખાતે પહોચવા જઈ રહ્યાં છે . કમલમ ખાતે આપ દ્રશ્યોમાં જાેઈ શકો છો ભાજપ દ્વારા મોદીના સ્વાગત માટે જબરદસ્ત આયોજન કરવામા આવ્યુ છે . મોટી સંખ્યામા જનમેદની અને નાના કાર્યકરથી લઇ મોટા કદાવર નેતાઓની ઉપસ્થિતિ નજરે પડી રહી છે ત્યારે આજે વડાપ્રધાનની ઉપસ્થિતિની પગલે ગુજરાતના પાટનગર ગાંધીનગર કેસરીયા રંગથી સુસજ્જ થઇ જાેવા મળી રહ્યું છે. કમલ્‌મ ખાતે વડાપ્રધાન મોદીની આતુરતાથી રાહ જાેવાઇ રહી છે.

Related posts

રાજ્યભરમાં અત્યારથી થવા લાગ્યો ગરમીનો અનુભવ

saveragujarat

ગુજરાતથી રામપથ અને રામાયણ યાત્રા ટુરિસ્ટ ટ્રેનનુ બુકિંગ શરૂ

saveragujarat

સીસીટીવી કેમેરાનું રાજ્યવ્યાપી નેટવર્ક એક લિંકથી જાેડાશે ત્યારે રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે ઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ

saveragujarat

Leave a Comment