Savera Gujarat
Other

કમલમમા એંટ્રી નહી મળતા અમદાવાદમા મેયરને ચોરીછુપીથી લઈ જવાયા અંદર-મોદીના રોડ શોમાં ફસાયા હતા મેયર.

અમદાવાદના મેયર પીએમ મોદીના કાફલા સાથે જ એરપોર્ટથી કમલમ જવા રવાના થયા હતા. પરંતુ વચ્ચે ભીડમાં તેઓ પાછળ રહી ગયા હતા. જેથી તેઓ સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  પીએમ મોદી હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. સવારથી લઈને અત્યાર સુધી તેમનો ભવ્ય કેસરિયો રોડ શો ચર્ચામાં છે. ત્યારે આ વચ્ચે એક એવી ઘટના બની, જેણે વધુ ચર્ચા જગાવી છે. એ છે અમદાવાદના મેયર. કમલમમાં હાજરી આપવા નીકળેલા અમદાવાદના મેયર કિરીટ પરમાર સાથે અજીબોગરીબ ઘાટ સર્જાયો હતો. રોડ શોને કારણે મેયર રસ્તામાં અટવાયા હતા. મેયર રોડ શોમાં ફસાયા હોવાથી સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા. તેથી તેમને કમલમમાં પ્રવેશ અપાયો ન હતો. પીએમ મોદી પહોંચી ચુક્યા હોવાથી પ્રવેશ બંધ કરાયો હતો, અને મેયરને અંદર પ્રવેશ મળ્યો ન હતો. જોકે, બાદમાં તેમને ચોરીછૂપીથી કમલમમાં લઈ જવાયા હોવાનું જાણવા મળ્યુ છે

ચોરીછુપીથી કમલમમાં લઈ જવાયા 
બન્યુ એમ હતુ કે, અમદાવાદના મેયર કિરીટ પરમાર પીએમ મોદીના રોડ શોમાં કાફલામાં પાછળ રહી ગયા હતા. આ દરમિયાન પીએમ મોદીનો કમલમમાં પ્રવેશ થઈ ગયો હતો. પરંતુ બાદમાં કમલમનો ગેટ બંધ કરી દેવાતા તેમને પ્રવેશ મળ્યો ન હતો. સિક્યોરિટી દ્વારા તેમને ગેટ પર રોકી દેવાયા હતા. આખરે શહેરના મેયરને તડકામાં બોર્ડની પાછળ છુપાઈને ઉભુ રહેવુ પડ્યુ હતું. તેમણે કમલમમાં અન્ય નેતાઓનો સંપર્ક કરતા કોઈએ રિસ્પોન્સ આપ્યો ન હતો. આખરે લિસ્ટમાં નામ ચેક કરાતા તેમને 20 મિનિટ બાદ કમલમમાં પ્રવેશ અપાયો હતો. જોકે, આ ઘટના મીડિયાની નજરે ન ચઢે તે માટે મેયરને ચોરીછુપીથી કમલમમાં લઈ જવાયા હતા.

મેયર પીએમને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મંત્રી જગદીશ પંચાલ હાજર રહ્યા હતા. અમદાવાદના મેયર પીએમ મોદીના કાફલા સાથે જ એરપોર્ટથી કમલમ જવા રવાના થયા હતા. પરંતુ વચ્ચે ભીડમાં તેઓ પાછળ રહી ગયા હતા. જેથી તેઓ સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા.

 

Related posts

અમદાવાદમાં નવી સુવિધા, હાથમાં રૂપિયા નહિ હોય તો પણ AMTS માં ટિકિટ મળશે

saveragujarat

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો શૈક્ષણિક ક્ષેત્રે નિર્ણય :હવે શિક્ષકો બદલીની અરજી ઓનલાઇન કરી શકશે !!

saveragujarat

શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

saveragujarat

Leave a Comment