Savera Gujarat
Other

અમદાવાદની શાન એવા સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં ચાર ચાંદ લાગશે

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૨૮ : અમદાવાદની શાન કહેવાતા સાબરમતી રિવરફ્રન્ટ પર હજુ વધુ કેટલાક આકર્ષણ આકાર પામવાના છે. જે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્માએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. કેશવ વર્માએ કહ્યું કે રિવરફ્રન્ટને હેલ્થી હેબીટાટ બનાવવા પર ભાર મુકાશે. ઓપર જિમનેશિયલ અને યોગા ક્લાસ પણ શરૂ કરાશે.આર્મી અને NCC સાથે મળી રોઇંગ અને યોટ સહિતના આકર્ષણ ઉભા કરાશે. તો વર્ટિકલ વોલ પર રોક ક્લાઈમબિંગનું આકર્ષક ઉભું કરાશે. ચોમાસામાં મિયાવાકી પદ્ધતિથી વધુ 3 લાખ નવા વૃક્ષ ઉછેર કરવામાં આવશે અને હેરિટેજ સહિતના વધુ 2 નવા પાર્ક ઉભા કરવામાં આવશે. કેશવ વર્માએ કહ્યું, કે અમે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વિશ્વ સ્તરનો બનાવવા માંગીએ છીએ.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત કેટલીક નવી યોજના શરૂ થવા જઈ રહી છે. રિવરફ્રન્ટ પ્રોજેકટ લોકો માટે મહત્તમ રસપ્રદ બને એવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેની રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્મા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રિવરફ્રન્ટની જમીનની નિલામી માટે વધુ પ્રયત્નો ચાલી રહ્યા છે, તંત્રની અપેક્ષા મુજબના ભાવ મળી રહ્યા નથી. જેના કારણે અમે રિવરફ્રન્ટ પ્રોજેકટને વિશ્વ સ્તરનું બનાવવા માંગીએ છે. પાણીની ગુણવત્તા સુધારવી એ અમારી મોટી પ્રાથમિકતા રહેશે. રિવરફ્રન્ટ ચેરમેને ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પહેલા કરતા વધ્યું છે-

રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કંઈ યોજનાઓ પર ભાર મૂકાશે?
– રિવરફ્રન્ટને હેલ્થી હેબીટાટ બનાવવા પર ભાર મુકાશે.
– રિવરફ્રન્ટ પર ઓપન જીમનેશયમ અને યોગા કલાસ શરૂ કરાશે.
– આર્મી અને ncc સાથે મળીને નદીમાં રોઇંગ અને યોટ સહિતના આકર્ષણ ઉભા કરાશે.
– વર્ટિકલ વોલ પર રોક કલાઇમબિંગનું આકર્ષક ઉભું કરાશે.
– ચોમાસામાં મિયાવાકી પદ્ધતિથી વધુ 3 લાખ નવા વૃક્ષ ઉછેરવામાં આવશે.
– હેરિટેજ સહિતના વધુ 2 નવા પાર્ક ઉભા કરવામાં આવશે.
– રિવરફ્રન્ટ દ્વારા 100 દિવસ, 6 મહિના અને 1 વર્ષ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

ઇડર કુટુંબ અને બાળકલ્યાણ સમિતી ને એવોર્ડ એનાયત કરાયો.

saveragujarat

સીબીઆઈ અને ઈડીના૧ દુરુપયોગ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

saveragujarat

૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં

saveragujarat

Leave a Comment