Savera Gujarat
Other

શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળા – શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવનો ધર્મમય માહોલ વચ્ચે થયો ભવ્યાતિભવ્ય રંગારંગ પ્રારંભ…

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૨૮ :“સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર” તરીકે ઓળખાતા બાવળા શહેરના ધોળકા રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના પરિસર ખાતે તા. ૨૭ થી સતત ચાર દિવસીય મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો. “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” ઉપક્રમે મહોત્સવના પ્રથમ દિવસે પ્રથમ ચરણના ભાગરૂપે અપરાહ્નકાળે ભવ્યાતિભવ્ય સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણની મહાપૂજા સહ વિશ્વ શાંતિ મહાયજ્ઞ સ્થાપન અને આહવાનનો શુભારંભ થયો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું બાવળા શહેરમાં શુભાગમન થતાં બાઈક રેલી સાથે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ મણિનગરના નવલોહિયા યુવા હરિભક્તોએ કર્ણપ્રિય મધુર સૂરાવલી રેલાવી હતી. અને વાજતે ગાજતે શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળાનાં પ્રાંગણમાં ઉલ્લાસભેર પધાર્યા હતા. અને આચાર્ય સ્વામીશ્રી તથા સંતો અને હરિભકતોએ બલૂન – ફૂગ્ગાને ગગનમાં વિહરતા મૂકવામાં આવ્યા હતા. અને આતશબાજી સાથે રંગારંગ પ્રારંભ થયો હતો. તો, ચતુર્થ દિવસીય આ મહોત્સવને લઈને શહેરમાં એક અનોખો જ માહોલ સર્જાયો છે. ભવ્યાતિભવ્ય શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમોની ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક વાતાવરણ વચ્ચે ઓપનિંગ સેરેમનીનૅ રંગારંગ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી … તો બીજી તરફ, સતત ચા દિવસ ચાલનારા આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમને લઇને સમગ્ર શહેરમાં ઠેર-ઠેર બેનર્સ અને હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે જેને પણ ભારે આકર્ષણ જમાવ્યું છે.

Related posts

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના ૩૬૩ દિવસમાં ૫૦ હજાર ડોઝથી કોરોના રસીકરણ

saveragujarat

કેન્દ્રના સીલબંધ ક્વરને નહીં સ્વિકારાય, સુપ્રીમ તપાસ માટે સમિતિની રચના કરશે

saveragujarat

ધોરણ-૧૨ સા.પ્રવાહનું પરિણામ ૨૫મેથી ૫ જૂન વચ્ચે જાહેર થઈ શકે

saveragujarat

Leave a Comment