Savera Gujarat
Other

બોમ્બમારો કરીને રશિયાએ યુક્રેનના Zaporizhzhia ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કર્યો છે.

સવેરા ગુજરાત:-  રશિયા અને યુક્રેન વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયાના સૈન્ય અભિયાનથી યુક્રેનમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હુમલા બાદ હાલાત દિન પ્રતિદિન બદતર થઈ રહ્યા છે. આ બધા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પળેપળની અપડેટ્સ…..

યુક્રેનમાં Zaporizhzhia ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયાની સેનાનો કબજો થયો છે.
યુક્રેનમાં Zaporizhzhia ન્યૂક્લિયર પ્લાન્ટ પર હવે રશિયાની સેનાનો કબજો થઈ ગયો છે. આ અગાઉ રશિયન સેનાએ તેના પર બોમ્બમારો કર્યો હતો. ત્યારબાદ પ્લાન્ટના પરિસરમાંથી ધૂમાડાના ગોટેગોટા ઉડતા હતા. જેના કારણે રેડિએશન ફેલાવવાનો ડર પેદા થયો હતો. અમેરિકા સહિત દેશોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું હતું કે  જો પરમાણુ વિસ્ફોટ થશે તો સમગ્ર યુરોપ ખતમ થઈ જશે.

પાવર યુનિટની શું છે સ્થિતિ.
પાવર યુનિટ 1માં રિપેરિંગ ચાલુ છે. જ્યારે યુનિટ 2 અને 3ને ગ્રિડથી અલગ કરી દેવાયા છે. જેથી કરીને ન્યૂક્લિયર પ્લાન્ટનું કૂલિંગ થઈ શકે. પાવર યુનિટ 4 કામ કરે છે, જ્યારે 4 અને 6માં કૂલિંગ ચાલુ છે.

યુક્રેનની સ્થિતિ પર નરેન્દ્ર મોદીની બેઠક
યુક્રેનની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિવ્યૂ બેઠક કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે યુક્રેનથી ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધમાં ભારતે તટસ્થ સ્ટેન્ડ અપનાવેલું છે.

Related posts

વિશ્વ મહિલા દિવસ: 181 અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાના સાત વર્ષ પૂર્ણ થયા

saveragujarat

ભારતના દરેક ગામના રમતગમત મહારથીને ઓળખવા જરૂરીઃ મોદી

saveragujarat

અમદાવાદનો બોગસ ડૉક્ટર ત્રણ દવાખાના બંધ કરીને નાસી ગયો

saveragujarat

Leave a Comment