Savera Gujarat
Other

અમદાવાદના સુશ્રી શુભા ચૂંચ ઓટોમોબાઇલ ઉદ્યોગ ક્ષેત્રના પ્રથમ મહિલા.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  કોઈ પણ ધંધા રોજગારની વાત આવે કે  ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત આવે આ તમામમા પુરુષોજ હમ્મેશા આગળ રહેતા આવ્યા છે તેમજ હરેક ક્ષેત્રે બહોળી માત્રામા હરીફાઈ હંમેશા થતી આવી છે આ સમય દરમ્યાન સમગ્ર ગુજરાતને ગર્વ અપાવે તેવી એક હકીકત સામે આવી છે ,એક મહિલા કે જેઓએ ઓટોમોબાઈલ ઊધ્યોગ ક્ષેત્રે ચાર ચાંદ લગાવી દીધા છે એ મહિલા એટલે કે સૂશ્રી શુભા ચૂંચ જેઓનો જન્મ 24 ઓક્ટોબર 1973 ના અમદાવાદ ખાતે થયો હતો. જે ક્ષેત્ર ફક્ત પુરુષોનું જ ગણાતું આવ્યું છે તેવા ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પ્રવેશ કરનાર અને સફળ થનાર સુશ્રી શુભા ચૂંચ પ્રથમ મહિલા છે. તેઓએ પોતાની આગવી સુજબુજ સાથે  હિંમતભેર ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું અને ગુજરાતની સરકારી પોલીટેકનિકમાંથી પોતે સાહસીકતા સાથે એન્જિનિયરિંગ પૂર્ણ પણ કર્યુ. ઓટોમોબાઇલ્સમાં તેઓને ખુબ બહોળો ૨૮ વર્ષના અનુભવ સાથે વ્યવસાયિક કાર્યકાળ દરમિયાન તેઓ આસાથે વિવિધ તાલીમ સત્રમાંથી ખુબ સારા રેંકે પસાર થયા છે સુશ્રી શુભા ચૂંચે કઈ કઈ તાલીમ માથી પસાર થયા તે વીશે આપને ટુંકમા જણાવી દઈએ. જેમાં મારુતિ સુઝુકી દ્વારા બેઝિક, એડવાન્સ, એમપીએફઆઈ, સોફ્ટ સ્કિલ, ગુડ કોમ્યુનિકેશન, કસ્ટમર કેર વગેરેનો સમાવેશ થાય છે.તેમજ મહત્વની વાત તો એ છે કે શુભા ચૂંચ સોફ્ટ સ્કિલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, મારુતિ સુઝુકી દ્વારા ગોલ્ડ મેડલ જેવા અનેક એવોર્ડથી સન્માનિત છે તથા નેધરલેન્ડ, એમ્સ્ટરડેમ, ઓસ્ટ્રિયા, દક્ષિણ આફ્રિકા, દુબઈ, સ્પેન અને યુરોપની જેવા દેશોની વિદેશ યાત્રાઓથી પણ નવાજવામાં આવ્યા છે. જેમા નોંધનીય છે કે  શુભાજી કુંગ-ફુ અને કરાટે માટે બ્લેક બેલ્ટ ધારક છે અને રાષ્ટ્રીય સ્તરે પણ રમી ચૂક્યા છે. ત્યારે કહેવાનુ મન થાય કે “જય જય ગરવી ગુજરાત” મને ગર્વ છે મારા ગુજરાતના સુશ્રી શુભા ચૂંચ ઓટોમોબાઇલ ઉદ્યોગ ક્ષેત્રના પ્રથમ મહિલા પર

Related posts

૧૪ મહિનામાં ૭૫ ટકા સુધી વધી ગયા સીએનજીનાં ભાવ

saveragujarat

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતિન શિબિરનું આજથી બે દિવસનું આયોજન કરાયું, ગૌરવ પૂર્ણ ક્ષણ : આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ

saveragujarat

કાટકોલાનું ગૌરવ શ્રેયા કરમુર,એથ્લેટિક્સની 200 મીટર દોડમાં ગુજરાતમાં ચોથા ક્રમે

saveragujarat

Leave a Comment