Savera Gujarat
Other

દ્વારકામા બે સગીર બહેનો સાથે દુશ્કર્મનો મામલો- પવિત્ર ભુમિને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી

સવેરા ગુજરાત/દેવભુમિ દ્વારકા:-  પવિત્ર દેવભૂમિ દ્વારકામા શર્મશાર કરે તેવા દ્રશ્યો સર્જાયા છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક સાથે બે સગીર બેહનો સાથે દુષ્કર્મ થયનો બનાવ બન્યો છે.ગુજરાતની આ પ્રથમ ઘટના છે કે એકસાથે બે સગીર બહેનો દુષ્કર્મનો શિકાર બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાળિયાના શખ્સ નિકેશ ચંદુ પ્રજાપતિ, આશિષ કારૂ આહીર, મહેશ ચાવડા નામના શખ્સો એકબીજાને મદદ કરી સગીરા સાથે મિત્રતા કરી હતી. બાદમાં મિત્રતાની આડમાં બંને સગી બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી નિકેશ પ્રજાપતિએ સૌથી પહેલા 16 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી હતી, બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ નરાધમો આટલેથી અટક્યા નહીં અને  સગીરા સાથે આવેલ તેની 14 વર્ષની નાની બહેનને પણ નરાધમોએ છરી બતાવી પોતાની હવસનો શિકાર બનાવી દીધી છે.

સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પહોંચતા ખંભાળિયા પોલીસે પોકસો એક્ટની કલમો સાથે ipc ની વિવિધ કલમો મુજબ આરોપીઓ વિરુધ ગુનો નોંધ્યો છે. તેમજ નરાધમોને અટક કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યોઃ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઉમટયું ઘોડાપૂર

saveragujarat

રાજસ્થાનમાં ગેરકાયદે ખનનના વિરોધમાં અગ્નિસ્નાન કરનાર સંત વિજયદાસજીનું નિધન

saveragujarat

અમદાવાદમાં એશિયાનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ખીંચોખીચ ભારેયેલું જાેવા મળશે

saveragujarat

Leave a Comment