Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરાજકીયવિદેશ

અમદાવાદમાં એશિયાનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ખીંચોખીચ ભારેયેલું જાેવા મળશે

સવેરા ગુજરાત/ અમદાવાદ :એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં જામશે દર્શકોની ભીડ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર દર્શકોથી ખીચોખીચ ભરેલું જોવા મળશે. કારણ કે, અમદાવાદમાં IPLની બે મેચ રમાનાર છે. જેમાં ક્રિકેટર્સ ઉપરાંત રાજકીય નેતા, અભિનેતા સહિતના vvip ફાઇનલ મેચ નિહાળવા પહોંચશે. 1 લાખની ક્ષમતા છતાં સ્ટેડિયમ હાઉસફુલ બને એવી શક્યતા હાલ જોતા દેખાઈ રહી છે. કારણ કે, આ મેચને જોવા માટે ભારે ઉત્સાહ છે. ઉપરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચ નિહાળવા આવે તેવી શક્યતા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચને પગલે આસપાસના ટ્રાફિક પર મોટી અસર પડશે. હાલ ક્રિકેટ રસિયાઓને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા હોવા છતાં ટિકિટ માટે સ્ટેડિયમની બહાર ધસારો જોવા મળી રહ્યો છે. જેથી કરીને અત્યારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. IPLની મેચો માટે સ્ટેડિયમમાં પાર્કિંગથી માંડીને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા માટે જ 5 DCP, 7 ACP, 10 PI, 15 PSI તૈનાત કરશે. જ્યારે કે, સુરક્ષા વ્યવસ્થા માટે 5000 જવાનોને તૈનાત કરાયા છે.

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે તે જ સમય દરમિયાન અમદાવાદમાં IPLની બે મેચ યોજાનાર છે. શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ રમાશે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીની સંભવત હાજરીની શક્યતા છે. જેને પગલે રાજ્ય પોલીસ વિભાગ એલર્ટ પર આવી ગઈ છે. જિલ્લાના તમામ પોલીસ કર્મીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાનની ટીમ અમદાવાદમાં આવી ચૂકી છે.

આઈપીએલની મેચ દરમિયાન વડાપ્રધાન અને ગૃહમંત્રી અમદાવાદ મુલાકાત લઈ પોલીસ લોખડી સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે. સ્ટેડિયમ રમનારી મેચ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ટ્રાફિકની કોઈ અગવડ ન પડે માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. એક રોડ બંધ કરી ડાયવર્ઝન અપાયુ છે. જનપત ટીથી મોટેરા સુધી રોડ બંધ રાખવામાં આવશે. ખેલાડી લઈ જવા માટે અલગ રોડ રાખવામાં આવ્યો છે. મેચ નિહાળવા માટે 1.10 લાખ લોકો આવના હોવાથી રોડ પર ટ્રાફિક જામ ન થાય માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. ક્રિકેટ પ્રેમી મેચ જોવા આવે તો અવર જવર માટે સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસ દ્વારા અપાઈ કરાઈ છે. 56 બીઆરટીએસ અને 60 એએમટીએસ બસ રાખવામાં આવી છે, જેથી લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શકશે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહન ટોઇંગ કરવામાં આવશે. 8 પ્લોટ ફોર વ્હીલર અને 23 પ્લોટ ટુ વ્હીલર પાર્કિગ માટે રાખવામાં આવ્યા છે. ઓનલાઇન પાકિગ ચાર્જ લેવામાં આવશે.

Related posts

લતા મંગેશકરના નિધન પર વિદેશમા પણ શોક, પાકિસ્તાનના એક મંત્રીએ કહ્યું એક યુગનો અંત થયો છે

saveragujarat

રાજુ શ્રીવાસ્તવ હોશમાં આવ્યા, સ્થિતિમાં સુધારો

saveragujarat

અમદાવાદ,સુરત બાદ વડોદરા પણ વિકાસની હરણફાળ ભરશે, લાંબા સમયથી રાહ હતી તેને CM એ આપી મંજૂરી

saveragujarat

Leave a Comment