Savera Gujarat
Other

કોરોનાને કાબુ કરવામા ગુજરાત બન્યું પહેલું રાજ્ય-કોરોનાનો આંકડો કાબુમાં આવતા જ સરકારે આપી મોટી છુટ

સવેરા ગુજરાત/ગાંધીનગર:- કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સના નિયમોમાં વધુ છૂટછાટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી હતી. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. આ ઉપરાંત બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી.

ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી મતી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ નિયંત્રણો અને છૂટછાટ અંગે ગૃહ વિભાગનું તેમજ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉન, વિવિધ નિયંત્રણો અને ગાઇડલાઇનના કારણે નાગરિકો કંટાળી ચુક્યાં છે. જો કે જેમ જેમ હવે ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં જેમ જેમ નીચે જઇ રહ્યા છે તેમ તેમ હવે બંધનોમાંથી પણ મુક્તિ મળી રહી છે. સરકાર દ્વારા ગાઇડલાઇનમાં છુટછાટ અપાઇ રહી છે. સરકાર દ્વારા હવે ગાઇડ લાઇનમાં છુટછાટ બાદ વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી મુક્તિ અપાઇ છે. કોઇ પણ કચેરીમાં જવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી નહી વ્યક્તિ પોતે સેલ્ફડેક્લેરેશન આપીને પણ પ્રવેશ મેળવી શકશે.

 

Related posts

સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો

saveragujarat

વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશના નેતાઓ પ્રિયંકા ગાંધીએ દિલ્હીનું આમંત્રણ પાઠવાયું

saveragujarat

સુમુલ ગાયની દૂધની થેલી પર કૃષ્ણનો લોગો બદલશે

saveragujarat

Leave a Comment