Savera Gujarat
Other

સુમુલ ગાયની દૂધની થેલી પર કૃષ્ણનો લોગો બદલશે

સુરત,તા.૪    સુરત સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીમાં નવો વિવાદ ઊભો થયો છે. સુમુલ ડેરી દ્વારા ગાયના દૂધની થેલી ઉપર ભગવાન કૃષ્ણનો ફોટો અને ગાય સાથેનો ફોટો મૂકીને વેચાણ કરવામાં આવતા સ્થાનિક આગેવાન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જાેકે, આ વિરોધ થતાની સાથે જ સુમુલ ડેરીના સંચાલકોએ ખાતરી આપી છે કે, લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય તો આ ફોટો જલ્દીથી દૂર કરવામાં આવશે. ગુજરાતની સૌથી મોટી અનેક સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટું નામ ધરાવતી સુમુલ ડેરી નવા વિવાદમાં સપડાઇ છે. વિવાદ એ પ્રકારનો છે કે, સુમુલ ડેરી દ્વારા વર્ષોથી જે ગાયના દૂધનું વેચાણ કરવામાં આવે છે તે ગાયના દૂધની જે પ્લાસ્ટિકની થેલી-પેકેટ પર ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો હોવા બાબતે સુરતમાં વિરોધ દર્શાવી આ ભગવાનનો ફોટો દૂર કરવા માટે સુમુલ ડેરીને ગૌરક્ષક મંચના સ્થાપક અને સમાજસેવી ધર્મેશ ગામી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા ગાયના દૂધને પેકિંગમાં વેચવામાં આવે છે. ડેરી દ્વારા વેચાણ કરવામાં આવતા પેકિંગ પર ભગવાન કૃષ્ણના ગોવાળિયાની પ્રતિકૃતિ અંકિત કરવામાં આવી છે. દૂધ એકવાર થેલીમાંથી બહાર આવ્યા બાદ એ થેલી કચરામાં કે લોકોના પગોમાં આવતી હોય છે જેથી તે એક રીતે ભગવાનનું અપમાન કહેવાય છે. જેને લઇને સુરતના ગૌરક્ષક મંચના સ્થાપક અને સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ સુમુલ ડેરીના એમડી સમક્ષ ગાયના દૂધની થેલીને બદલવાની માંગ કરી છે. તેની જગ્યા પર અન્ય ફોટો તાત્કાલિક હટાવીને બીજાે લોગો મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જાેકે, વિવાદ સામે આવતા સુમુલ ડેરી આગેવાન દ્વારા ખુલાસો કરતા આ વિવાદ ખોટી રીતે ઉભો કરવામાં આવી રહ્યો છે. દૂધની થેલી પર એક બાળકનો ફોટો મોરપીંછ અને ગાય સાથે મુકવામાં આવ્યો છે. છતાં લોકોની જાે લાગણી દુભાઈ હોય તો અમે તેના પર વિચાર કરીને જલ્દી ર્નિણય કરીશું. જાેકે આ બાબત અમારા ધ્યાન પર લાવવામાં આવી હતી. પણ કોરોનાના કારણે તેમાં વિલંબ થયો છે. જાેકે આ વિવાદ ખોટી રીતે પ્રસિદ્ધિ મેળવા માટે કરવામાં આવ્યો હોવાની વાત કહી રહ્યા છે. હાલમાં સુમુલ ડેરી પાસે બે મહિનાનો સ્ટોક હોવાને લઇને આ લોગો અથવા ફોટો બે મહિના પછી દૂર કરવાની ખાતરી સાથે બાંહેધરી આપવામાં આવી છે.

Related posts

પ્રાંતિજ તાલુકાના બોભા ગામે થી સુજલામ સુફલામ અભિયાન ની શરૂવાત કરાઈ

saveragujarat

આ યાત્રા ગુજરાતના દરેક યુવાનો સુધી ‘ આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’ નો મેસેજ પહોંચાડશે : ભુપેન્દ્રભાઈ પટેલ

saveragujarat

અમદાવાદના બોડકદેવમાં ૨૫૦ કરોડમાં પ્લોટ વેચાયો

saveragujarat

Leave a Comment