Savera Gujarat
Other

અમૂલના દુધમાં ભાવ વધારો ઝીંકાયો.

સવેરા ગુજરાતઅમદાવાદ:-  હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે સમગ્ર વિશ્વના અનેક સેક્ટર અશાંત અને અસ્થિર થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનનાં યુદ્ધની ભારતના અનેક સેક્ટર પર ઉંડી અસર પડી રહી છે. અનેક વસ્તુ ઇમ્પોર્ટ થતી અટકી ચુકી છે તો અનેક ચીજ વસ્તુઓ એક્સપોર્ટ નથી થઇ રહી. તેવામાં સૌથી મહત્વની બાબત છે કે, આ સ્થિતિના કારણે મોંઘવારીમાં વધારો થાય તેવી ભીતી નિષ્માંતો વ્યક્ત કરી રહ્યા હતા. જે હવે સાચી ઠરી રહી છે. ગુજરાતની પ્રતિષ્ઠીત અને ખ્યાતનામ સૌથી મોટી દુધ ઉત્પાદક કંપની અમુલ દ્વારા દુધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કાલથી અમુલની તમામ બ્રાંડના દુધ મોંઘા થઇ જશે. સમગ્ર દેશમાં GCMMF દ્વારા આ ભાવ વધારો અમલી બનાવવામાં આવશે. કાલથી અમુલની 500 ગ્રામથી થેલીમાં 1 રૂપિયાનો જ્યારે 1 લિટરની થેલીમાં 2 રૂપિયાનો વધારો થશે. આ પ્રકારે દેશના નાગરિકો પર કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે.

અમુલ ગોલ્ડનાં 500 ગ્રામના  ભાવ 29 થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમુલ તાજાનો ભાવ પ્રતિ 500 ગ્રામના  24 રૂપિયા કરાયો છે. અમુલ શક્તિનાં ભાવમાં બે રૂપિયા વધારો થતાં નવો ભાવ પ્રતિ લીટર 54 રૂપિયા કરાયો છે. દુધના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં અમુલ દુધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું અમુલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ભાવ વધારો આવતી કાલથી અમલમાં આવશે. આ ઉપરાંત નવી પ્રીન્ટ પણ દુધના પાઉચ પર આવી જશે તેવું કંપની દ્વારા જણાવાયું હતું. જેથી પ્રિન્ટ પર હોય તેટલી જ કિંમત ચુકવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

અમૂલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યા બાદ તમામ ડેરીઓ દ્વારા તબક્કાવાર ભાવ વધારો શરૂ કરી દેવાયો છે. સાબરડેરીએ લીટર દૂધમાં રૂ બે નો વધારો કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રાહકોને એક લીટર દુધે 2 રૂપિયા વધારે ચુકવવા પડશે. અમૂલ શક્તિ,ગોલ્ડ અને બફેલો દૂધની ૫૦૦ ગ્રામની થેલીમાં ૧ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ૧ માર્ચથી લીટર દૂધમાં રૂ ૨ નો વધારો કરવામાં આવ્યો. આ અંગે સાબરડેરી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

Related posts

ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાનો પ્રારંભ કર્યો.

saveragujarat

કોરોનાથી સાજા થવાના ૩ મહિના બાદ રસીનો ડોઝ આપવામાં આવશે

saveragujarat

ભારત પાસે સૌથી મુશ્કેલ સંજાેગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ છેઃ મોદી

saveragujarat

Leave a Comment