Savera Gujarat
Other

અરવલ્લી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાં બકનય સ્કૂલનુ નામ રોશન કરતો વૈદીશ પટેલ જિલ્લમાં પ્રથમ 

સવેરા ગુજરાત/અરવલ્લી:-  જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા મોડાસા કોલેજ ના ભમાસા હોલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2022 ઉજવણી પ્રસંગે યોજાનાર સાયન્ટિફિક મોડેલ બનાવો સ્પર્ધામાં સમગ્ર જિલ્લાની શાળાના એકસો ત્રીશ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં ધોરણ છ થી આઠ ની કેટેગરી માં બકનય સ્કૂલનો વિધાર્થી અને મોડાસાના જાણીતા સર્જન ડો કૃપેશ પટેલનો પુત્ર વૈદીશ કૃપેશ પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું પ્રોજેક્ટ મેગા સીટી માટે ખુબ જ મહત્વનો સાબિત થાય તેવું વૈદીશે પટેલે જણાવ્યું હતું જેથી નિર્ણાયક પ્રોફેસર દિનેશભાઇ ફૂદાંની તેમજ પૂર્વેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અત્યરે આ પ્રોજેક્ટ પ્રયમરી બેજે છે પણ સરકાર માં રજુ કરવામાં આવે તો આ પ્રજેક્ટથી ગણી બધી સમશ્યાઓના સમાધાન માટે ખુબ જ મહત્વનો પ્રોજેક્ટ પુરવાર થાય તેમ છે આ પ્રર્સંગે સમારંભ અધ્યક્ષ તરીકે મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના ઉપ્પપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓડીનેટર ચંદનબેન પટેલ દ્વારા શિલ્ડ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું વૈદીશ પટેલ અગાઉ ચેસ ટુર્નામેન્ટમાં જિલ્લામાં ગુજરાત સ્ટેટ તેમજ ઇન્ટરનેશનલ લેવલે પણ આપડા જિલ્લાનું પ્રતિનિધત્વ કરી ચુક્યો છે વૈદીશ પટેલની સિદ્ધિઓથી મોડાસા કેળવણી મંડળ પ્રમુખ બિપીનભાઈ શાહ બકનય સ્કૂલના પ્રિન્સિપાલ કુંદનસિંહ રાઠોડ શિક્ષક મિત્રો તેમજ અરવલ્લી જિલ્લાવાસીઓએ અભિન્દનની વર્ષા કરી ખુબ પ્રગતિ કરે અને જિલ્લાની જેમ ગુજરાતમાં નામ રોશન કરે તેવી શુભેચ્છઓ પાઠવી હતી


Related posts

લાંબા સમય સુધી સેક્સનો ઈનકાર માનસિક ક્રૂરતા : કોર્ટ

saveragujarat

100 વર્ષથી વધુ જૂની મસ્જીદોના ગુપ્ત સર્વે માટે સુપ્રીમમાં રીટ

saveragujarat

હંમેશા તરસ્યા રહેતા કચ્છ માટે સરકારનો મોટો નિર્ણય, હવે દૂર થશે પાણીની પળોજણ

saveragujarat

Leave a Comment