Savera Gujarat
Otherતાજા સમાચારભારત

ટૂંક સમયમાં WhatsApp યૂઝર્સને પેમેન્ટ કરવા બદલ મળશે કેશબેક

દેશમાં અત્યારે પેમેન્ટ એપ્લિકેશનો ટપોટપ ફૂટી નીકળી છે. જેના કારણે તેમના વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. આવી એપ્લિકેશન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે રિવોર્ડ-કેશબેક અને લકી ડ્રો સહિતના પ્રોત્સાહન ઓફર કરે છે. ત્યારે વોટ્સએપ પણ યૂઝર્સ તેની પેમેન્ટ સર્વિસ પ્રત્યે ગ્રાહકો આકર્ષાય તે માટે પેમેન્ટ પર કેશબેક આપવાની શરૂઆત કરવાનું છે. આ રિવોર્ડ સિસ્ટમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ દ્વારા સૌપ્રથમ ભારત અને બ્રાઝીલમાં વોટ્સએપ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. યૂઝર્સ ની સુવિધા માટે પેમેન્ટ ચેટ વિકલ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

વોટ્સએપના નવા ફીચર ટ્રેક કરનારી વેબસાઈટ Wabetainfoએ વોટ્સએપ દ્વારા રિવોર્ડ આપવાના ફીચર અંગે અહેવાલ આપવામાં આવ્યો છે. તેના મત મુજબ વોટ્સએપ તેના નવા કેશબેક ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. સ્ક્રીનશોટમાં કેશબેક બેનર ચેટ વિન્ડોની ટોપ પર છે અને તેના પર Get cashback on your next payment લખવામાં આવ્યું છે.

જોકે, વોટ્સએપ પેમેન્ટ દ્વારા કેશબેક તમામ યૂઝર્સને અપાશે કે પ્રથમ પેમેન્ટ કરનારા યૂઝર્સને આપવામાં આવશે? તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સાથે વોટ્સએપે કેશબેક ફીચરના સ્ટેબલ લોન્ચ વિશે પણ હજી સુધી કોઈ જાણકારી આપી નથી. આ ફીચર ટૂંક સમયમાં યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ છે.

વોટ્સએપ કેશબેક ફીચર ઉપરાંત Message Reaction ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરના લોન્ચ સાથે યૂઝર્સ કોઈ પણ ચેટ લઈને સ્ટીકર, જીઆઈએફ અને ઇમોજી દ્વારા જવાબ આપી શકશે. આ સિવાય વોટ્સએપ ટૂંક સમયમાં ચેટ શેર શીટમાંથી મેસેન્જર રૂમ્સના શોર્ટકટને દૂર કરશે. મેસેન્જર રૂમ્સથી 50 યુઝર્સ ફેસબુક પર ગ્રુપ કોલમાં જોડાઈ શકે છે. જોકે, આ ફીચરને યુઝર્સે સારો આવકાર આપ્યો નથી.

Wabetainfoના અહેવાલ મુજબ ભારતમાં આ ફીચર UPI ચૂકવણી પૂરતું મર્યાદિત છે. તમે ફક્ત એક કેશબેક મેળવી શકો છો અને તમને રૂ. 10 સુધીનું કેશબેક મળી શકે છે. અલબત લોન્ચિંગ સમયે આ બાબતે ફેરફાર પણ થઈ શકે છે.

Related posts

રાજ્ય માં સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાના ૫૪૭ મદદનીશ શિક્ષકોની આંતરિક બદલીનો લાભ અપાયોં

saveragujarat

રાજ્યપાલ સરકારની રચના કે રાજકારણમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

saveragujarat

રાજ્યમાં અનેક સ્થળે વરસાદ, ૭૩૪ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

saveragujarat

Leave a Comment