Savera Gujarat
Other

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેને કર્મભૂમિ બનાવી તે અમદાવાદનો આજે ૬૧૧મો સ્થાપના દિવસ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૫
અમદાવાદની સ્થાપના ૧૪૧૧ની ૨૬ ફેબ્રઆરીના રોજ અહમદસાં બાદશાહએ કરેલ ત્યારબાદ અમદાવાદએ પાછું વળીને જાેયું નથી દિનપ્રતિદિન પોતાની શોભામાં વૃદ્ધિ કરતું રહ્યું છે. અમદાવાદ શહેર કાપડની મિલના કારણે પોતાની આગવી ઓળખ ઊભી કરી કાપડ ઉદ્યોગમાં સમગ્ર વિશ્વમાં એક અનેરુ નામ પ્રસ્થાપિત કર્યુ છે. ત્યાર બાદ આઝાદીના સંગ્રામમાં અમદાવાદ શહેરની આગવી ભૂમિકા રહી હતી.

રાષ્ટ્રપિતા ગાંધીજીએ આઝાદીની લડત માટે આપણા અમદાવાદને કર્મભૂમિ બનાવીને ભારતને આઝાદી અપાવી હતી. અમદાવાદ એટલે મીની ભારત પણ ગણી શકાય કારણે અહીંયા ભારતના તમામ રાજ્યોનો લોકો ધંધા રોજગાર માટે આવી અમદાવાદમાં વસવાટ કર્યો ખાલી ભારતીયો જ નહિ પરંતુ વિશ્વના ઘણા દેશોના નાગરિકો પણ અમદાવાદ આવી વસ્યા હતા. અમદાવાદની ઓળખમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો પરંતુ અમદાવાદીની એક તાસીર હતી કે તેઓએ આગવી ઓળખ જાળવી રાખી જેના કારણે ભારત સરકારે અમદાવાદને હેરિટેજ સિટી તરીકે જાહેર કરવું પડ્યું હતું. અમદાવાદની નગર દેવી સમાન ભદ્રકાળી માતાજીના મંદિરના સુંદર રીતે વિકસિત કરી ઉપરાંત અમદાવાદની મૂળ ઓળખ સમાન પોળોની પણ આગવી રીત દેખભાળ રાખી છે. અમદાવાદને દિન પ્રતિદિન નવા નવા નજરાણા પણ મળતા રહ્યા જેમ કે ઐત્યહાસિક કાંકરિયા તળાવને આધુનિક રંગ આપી એક જાેવાલાયક સ્થળમાં પરિવર્તન કર્યું હતું. પૌરાણિક સાબરમતી નદીને પણ રિવરફ્રન્ટ બનાવી વિશ્વ સાથે કદમ મિલાવવા અમદાવાદની શાનમાં વધારો કર્યો છે. સાથે સાથે અમદાવાદીને લાલ બસના નામે જાણીતી એએમટીએસની સાથે સાથે બીઆરટીએસની વાતાનુકૂલિત બસ અને વિશ્વને સાથે કદમ મિલાવવા મેટ્રો રેલ સેવાની ભેટ મળી છે. આ સાથે અમદાવાદનો દિનપ્રતિદિન સતત વિકાસ થતો રહ્યો પરતુ અમદાવાદ શહેર પોતાની આગવી ઓળખને સાથે સાથે જાળવી રાખી છે. આમ તો અમદાવાદ શહેર બદલાઈ ગયું પરંતુ મને આજે પણ અમદાવાદી હોવાનો ગર્વ છે.


  • અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર અને ભારતનું સાતમું સૌથી મોટું કેપીટલ શહેર છે !!

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. તે પશ્ચિમ ભારતમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે. તેની સ્થાપના થઈ ત્યારથી શહેરે આ પ્રદેશની રાજકીય તેમજ આર્થિક રાજધાની તરીકે સેવા આપી હતી. ચૌલુક્ય વંશના શાસન હેઠળ ૧૨મી સદીની આસપાસ સૌથી પ્રાચીન વસાહત માનવામાં આવે છે. વર્તમાન શહેરની સ્થાપના ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ કરવામાં આવી હતી અને નવી રાજધાની તરીકે ગુજરાત સલ્તનતના અહેમદ શાહ દ્વારા ૪ માર્ચ ૧૪૧૧ના રોજ રાજધાની તરીકે જાહેરાત કરવામાં આવી હતી. સલ્તનતના શાસન હેઠળ (૧૪૧૧-૧૫૧૧) શહેર સમૃદ્ધ થયું અને ત્યારબાદ પતન થયું (૧૫૧૧-૧૫૭૨) જ્યારે રાજધાની ચાંપાનેરમાં સ્થાનાંતરિત કરવામાં આવી. આગામી ૧૩૫ વર્ષ (૧૫૭૨-૧૭૦૭) માટે, મુઘલ સામ્રાજ્યના પ્રારંભિક શાસકો હેઠળ શહેરે મહાનતાનું નવીકરણ કર્યું. મરાઠા અને મુઘલ વચ્ચેના સંયુક્ત શાસન પછીના અંતમાં મુઘલ શાસકો હેઠળ રાજકીય અસ્થિરતા (૧૭૦૭-૧૮૧૭) ને કારણે શહેર ઘણું સહન કરવું પડ્યું. સંયુક્ત મરાઠા શાસનને પગલે શહેરને વધુ નુકસાન થયું. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ શહેરમાં શાસન સ્થાપ્યું (૧૮૧૮-૧૮૫૭) ત્યારે રાજકીય રીતે સ્થિર થતાં શહેરે ફરીથી પ્રગતિ કરી.

બ્રિટિશ તાજ શાસન (૧૮૫૭-૧૯૪૭) હેઠળ મ્યુનિસિપાલિટીની સ્થાપના અને રેલ્વે ખોલીને રાજકીય સ્વતંત્રતા મેળવતા શહેરે વધુ વિકાસ કર્યો. ૧૯૧૫માં મહાત્મા ગાંધીના આગમન પછી, શહેર ભારતીય સ્વતંત્રતા ચળવળનું કેન્દ્રસ્થાન બન્યું. સરદાર પટેલ જેવા અનેક કાર્યકરોએ આંદોલનમાં ભાગ લેતા પહેલા શહેરની નગરપાલિકાની સેવા કરી હતી. આઝાદી પછી, શહેર બોમ્બે રાજ્યનો એક ભાગ હતું. ૧૯૬૦માં જ્યારે ગુજરાતનું નિર્માણ થયું, ત્યારે ૧૯૬૫માં ગાંધીનગરની સ્થાપના થઈ ત્યાં સુધી તે ફરીથી રાજ્યનું પાટનગર બન્યું. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર અને ભારતનું સાતમું સૌથી મોટું શહેર પણ છે.


Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે મુલાકાત બેઠક યોજી – ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ

saveragujarat

સુરતમાં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીનું અકસ્માત માં મોત

saveragujarat

૨૦૦૦ની પાંચ નકલી નોટ મળશે તો એફઆઈઆર નોંધાશે

saveragujarat

Leave a Comment