Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે મુલાકાત બેઠક યોજી – ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ

સવેરા ગુજરાત,ગાંધીનગર,તા.10

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન શ્રી પૈત્રા ફિયાલા સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી.પૈત્રા ફિયાલા રાષ્ટ્ર અધ્યક્ષ હોવાના નાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૨૪માં ચીફ ગેસ્ટ તરીકે સહભાગી થયા છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ૨૦૦૧ માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો. ઉપરાંત પાણીની ભારે અછત પણ ગુજરાતી ભોગવી છે. આ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ગુજરાતને બહાર લાવવા અને વિકાસના માર્ગે ગતિમાન બનાવવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરંપરા ૨૦૦૨૩માં શરૂ કરાવી હતી. આ સમિટે ગુજરાતની ગ્રોથ સ્ટોરીના ઉજળા અધ્યાયનો આરંભ કર્યો, તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.આ સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝન અને વૈશ્વિક મંચ ઉપર ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવામાં વાઇબ્રન્ટ સમિટના ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી હતી.શ્રી પૈત્રા ફિયાલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન સહભાગી થાય તે હવે એક પરંપરા બની ગઈ છે.તેઓએ કહ્યું કે, આ પૂર્વેની વાઇબ્રન્ટ સમિટમાં તેમના પૂર્વગામી વડાપ્રધાન સહભાગી થયા હતા અને હવે તેઓને વાઇબ્રન્ટ સમિટની આ ૧૦મી એડિશનમાં સામેલ થવાની તક મળી છે.આ બેઠકમાં ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.

Related posts

ગુજરાતના પ્રવાસે આવેલા જે.પી.નડ્ડાએ કહ્યું મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે

saveragujarat

‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

મધ્યપ્રદેશના જબલપુરમાં ડેન્ગ્યૂ પીડિત યુવક બન્યો બ્લેક ફંગસનો ભોગ, રાજ્યમાં સૌ પ્રથમ નોંધાયો ચોંકાવનારો કેસ…

saveragujarat

Leave a Comment