Savera Gujarat
Other

ગાંધીનગરમા વધુ એક સરકારી બાબુને લાંચ લેતા રંગે હાથ જડપતી એ.સી.બી.-ACB ને મળી હતી બાતમી.

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરેલો છે કે વાત ન પૂછો. પૈસા કમાવવાની લાયમાં કર્મીઓ એક પળ પણ મુકતા નથી તેવા જ એક ભ્રષ્ટચારી કર્મીનો કિસ્સો સામે આવ્યો છે.

ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં કાર્યરત
અતુલ કુમાર કનૈયાલાલ વ્યાસ, હોદ્દો- સિનિયર સર્વે હેડકવાટર આસિસ્ટન્ટ (શિરસ્તેદાર) વર્ગ-3, જિલ્લા જમીન દફતર ની કચેરી એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.

મળેલ માહિતી મુજબ ટીમ ગાંધીનગર એસીબીને ખાનગી રાહે એવી હકીકત જાણવા મળી હતી કે, જિલ્લા જમીન દફતરની કચેરી, કલેકટર કચેરી બિલ્ડીંગ, ગાંધીનગર ખાતે રી-સર્વે રેકર્ડ પ્રમોગલેશન અન્વયે આવેલ અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અંગેની કામગીરી કરવા સુધારો કરી ઝડપી નિકાલ કરવા અધિકારી અને કર્મચારીઓ દ્વારા અરજદારોની આવેલ રી-સર્વે ની અરજીઓમાં ક્ષતિઓ સુધારી ઝડપી નિકાલ કરવાના અવેજ પેટે રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની સુધીની લાંચની માંગણી કરી સ્વીકારતા હોય છે. જે મળેલ હકીકતની સત્યતા તપાસવા માટે રી-સર્વે કામની અરજી આપેલ અરજદારનો સંપર્ક કરી ડિકોયર તરીકે સાથ સહકાર મેળવી, ડિકોયરની રી-સર્વેના કામની અરજીમાં ક્ષતિઓનો સુધારો કરી ઝડપી નિકાલ કરવા જિલ્લા જમીન દફતરની કચેરીના આરોપીનો ડિકોયરએ સંપર્ક કરતા આરોપીએ ડિકોયર પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ડિકોયર આપવા માંગતા ના હોય, છટકા દરમિયાન ડિકોયર સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.૧,૦૦,૦૦૦/- સ્વીકારતા એએબીના હાથે પકડાઈ ગયો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ટ્રેપને સફળ રીતે પુરી કરનાર સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમના માર્ગદર્શનમાં અધિકારીઓ એસ.ડી. ચૌધરી, ગાંધીનગર એસીબી પો.સ્ટે., તથા ગાંધીનગર એસીબી પો.સ્ટે. ટીમ દ્વારા સફળ બનાવવામાં આવી હતી અને એક ભ્રષ્ટ કર્મીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો.

પાટનગરમાં એસીબીએ વધુ એક સરકારી બાબુને લાચ લેતા ઝડપી લીધા છે , એસડી ચૌધરી પોઇન્સ ગાધીનગર એસીબીની ફરિયાદને આધારે રૂપિયા 1 લાખની લાંચનો પર્દાફાશ કરાયો છે , અતુલ કનૈયાલાલ વ્યાસ , સિનિયર સર્વે હેડકવાર્ટર આસિસ્ટન્ટ શિરસ્તેદાર ) વર્ગ ૩ , જિલ્લા જમીન દફતરની કચેરી કલેકટર કચેરી બિલ્ડીગ રોક્ટર 11 ને લાંચ લેતા ઝડપી લેવાયા છે . ગાંધીનગર એસીબીને ખાનગી રાહે માહિતી મળી હતી કે જિલ્લા જમીન દફતરની કચેરી , કલેકટર કચેરી બિલ્ડીંગ , ગાંધીનગર ખાતે રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન અન્વયે આવેલી અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અંગેની કામગીરી કરવા અને ઝડપી નિકાલ કરવા કર્મચારીઓ દ્વારા રૂ .50,000 થી રૂ .1,00,000 સુધીનો તોતીંગ ભ્રષ્ટાટાચાર આચરવામા આવે છે અને અરજદારોને અવારનવાર ખોટી રીતે હેરાન કરવામાં આવે છે . 6754481-83214319 રી સર્વે કામની અરજી આપેલા અરજદારનો સંપર્ક કરીને ડિકોયર તરીકે સાથ સહકાર મેળવીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે . આરોપીનો ડિકોયરએ સંપર્ક કરતા આરોપીએ ડિકોયર પાસે રૂ .1 લાખની લાંચની માગણી કરેલી જે લાંચની રકમ લઇને ડિકોયર પહોચ્યા હતા , જેમાં આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને 1 લાખ રૂપિયાની લાંચ લીધી હતી , ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો . 17 ટ્રેપ કરનાર અધિકારી , એસડી . ચૌધરી , ગાંધીનગર એસીબી પો.સ્ટે , સુપર વિઝન અધિકારી એકે પરમાર , મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ અને તેમની ટીમે આ ઓપરેશન કરતા અન્ય લાંચિયા અધિકારીઓ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે


Related posts

રણોદરા ગામે ઢોલ વગાડતા સમયે પગ ઉપર પગ પડતા મારામારી થતા 3 વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

saveragujarat

અરવલ્લીઃઅમદાવાદ શહેરમાંથી ત્રણ રિક્ષાની ચોરી કરનાર ધનસુરાના બે ચોર મુદ્દામાલ સહિત ગીરફ્તાર.

saveragujarat

સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો

saveragujarat

Leave a Comment