Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૨૦૦૦ની પાંચ નકલી નોટ મળશે તો એફઆઈઆર નોંધાશે

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૨
આવતી કાલથી ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. દરમિયાન, બેંકોમાં બદલાવનારી નોટોની તપાસ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જાે કોઈ વ્યક્તિ ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવા માટે શાખામાં આવે છે અને તેની કેટલીક નોટો નકલી હોવાનું જણાય છે, તો આવી સ્થિતિમાં તે બેંક નોટ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરબીઆઈ દ્વારા આ નકલી નોટો પર સ્ટેમ્પ લગાવવામાં આવશે, ત્યારબાદ તે ફક્ત કાગળ બની જશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, બેંકમાં જે ૨૦૦૦ રૂપિયાની નોટો બદલાઈ રહી છે તેની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. તેની સચોટતા અને વાસ્તવિકતાની ખાતરી કરવા માટે, તેને નોટ સોર્ટિંગ મશીન્સ દ્વારા નોટની તપાસ કરવામાં આવશે. ગયા એપ્રિલની શરૂઆતમાં નકલી નોટો અંગે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સને ધ્યાને રાખી આ નોટોની તપાસ કરવામાં આવશે. જાે કોઈ વ્યક્તિ દ્વારા એક્સચેન્જ માટે આપવામાં આવેલી નોટોમાંથી કોઈ પણ નકલી હોવાનું જણાય છે, તો તેના પૈસા તેને આપવામાં આવશે નહીં.નકલી નોટોના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, મશીન દ્વારા બેંકના કાઉન્ટર પર એક્સચેન્જ કરવા માટે ગ્રાહક દ્વારા આપવામાં આવેલી રૂ. ૨૦૦૦ની નોટોના ચેકિંગ દરમિયાન, જાે તેમાંથી કોઈ પણ નકલી હોવાનું જણાયું, તો તેના પર બેંક ફેક કરન્સીનો સ્ટેમ્પ મારી અને તેને જપ્ત કરી લેશે. આ સ્ટેમ્પ મળ્યા બાદ આ નોટ નકામા કાગળ જેવી બની જશે. આવ દરેક પ્રકારની નોટની નોંધ લેવા રેકોર્ડ માટે અલગ રજિસ્ટરમાં દાખલ કરવામાં આવશે. આ સમય દરમિયાન જાે કોઈ બેંક આવી નોટો ગ્રાહકોને પરત કરતી જાેવા મળશે તો નકલી નોટોમાં બેંકની સંડોવણી ધ્યાનમાં લેવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે. જાે કોઈ વ્યક્તિ દ્વારા ૨૦૦૦ રૂપિયાની દસ નોટો બદલવામાં આવી રહી હોય, તેમાંથી જાે ચાર નોટ નકલી હોવાનું જણાશે તો બેંક શાખા પોલીસને જાણ કરશે. બીજી તરફ, જાે આ સંખ્યા પાંચ કે તેથી વધુ હશે તો આ મામલે એફઆઈઆરનોંધવામાં આવશે અને તેમની તપાસ કરવામાં આવશે. આ સાથે, એફઆઈઆરની નકલ પણ બેંકની મુખ્ય શાખાને મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં, નકલી નોટોને લગતી કોઈપણ સમસ્યાથી બચવા માટે, તમે આ રીતે નોટોને જાતે પણ ઓળખી શકો છો.

Related posts

ભારતીય જનતા કિસાન મોરચા જામનગર શહેર દ્વારા નમો કિસાન પંચાયતનું કરાયું આયોજન.

saveragujarat

સુરતના પાંડેસરામાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો,આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ

saveragujarat

વિશ્વનો એકમાત્ર એવો દેશ કે જેના સંપૂર્ણ ધ્વજમાં છે હિંદુ મંદિરનું ચિત્ર

saveragujarat

Leave a Comment