Savera Gujarat
Other

અરવલ્લી:માલપુરના વાંકાનેડા, વિરણીયા પંથકમાં પાણીના તળ નીચે જતાં ખેડૂતો પાકને બચાવવા બન્યા ચિંતીત.

સવેરા ગુજરાત/સંક્ષેપ્ત સમાચાર:-અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના વાંકાનેડા અને વિરણીયા પંથકમાં છેલ્લા દસ દિવસથી જમીનમાં પાણીના તળ નીચે જતાં રવી સીઝનના પાકોને બચાવવા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ચોમાસા દરમિયાન વરસાદ નહીવત થતાં સિઝનના પાકના ઉત્પાદન ઉપર મોટી અસર થઈ થઈ હતી. ત્યારે રવી સીઝનમાં ખેડૂતોએ ઘઉં રાયડો મકાઇ દિવેલા જેવા પાકો માટે છેલ્લા પાણીની જરૂરીયાત હોઈ ત્યાં દસ દિવસથી બોર અને કૂવાના તળ એક એક નીચે જતાં ખેડૂતોને તૈયાર થતા પાકને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે. ખેડૂતોના કુવા અને બોરમાં સિંચાઇનું પાણી ત્રણ થી ચાર કલાક ચાલે છે. મકાઈના પાકમાં વધુ પાણીની જરૂરીયાત રહેલી છે.જે પાક તૈયાર થવામાં હજુ બે માસથી વધુનો સમય લાગી શકે તેમ હોય ખેડૂતોને મુશ્કેલી સર્જાઇ શકે છે.જે અંગે અરવલ્લી જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ખાંટ એ જણાવ્યું હતું કે વાંકાનેડા અને વીરણીયા પંથકમાં ઘઉં મકાઇ દિવેલા રાયડા જેવા પાકોની વાવણી કરી હતી પરંતુ એકાએક દસ દિવસમાં પાણીના તળ નીચે જતાં ખેડૂતોના તૈયાર થતાં પાક ના ઉત્પાદન ઉપર મોટી અસર થવાની શક્યતાઓ રહેલી છે.

સંજય શમૉ અરવલ્લી.

 

 

Related posts

લીંબુનો રેકોર્ડ ભાવ : હવે 10-15 રૂપિયાના નંગ મુજબ વેચાવા લાગ્યા

saveragujarat

સ્વાસ્થ્ય વીમાની મર્યાદા પાંચથી વધારીને દસ લાખની કરાઈ

saveragujarat

વટવામાંથી ૨૨.૨૯ લાખના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો

saveragujarat

Leave a Comment