Savera Gujarat
Other

ઇડર ના વડીયાવીર ગામે દેશી દારૂ લઇ જતા બુટલેગરને પોલીસે પકડી ફરિયાદ દાખલ કરી.

સવેરા ગુજરાત/ઈડર સંક્ષેપ્ત સમાચાર:-  ઇડર પોલીસ સ્ટેશનના હે.કો રાજેન્દ્રસિહ તથા પોકો જયદીપસિંહ બડોલી ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન વડીયાવીર ગામે જઇ રહ્યા હતા .ત્યારે એક હાથમા મીણીયાની થેલીમાં કઇક લઇને આવતો ઇસમ પોલીસ ને જોઇ જતા નાસવા લાગતા પોલીસે તે ઇસમને કોડૅન કરી પકડી પાડી મીણીયાની થેલીમા જોતા અંદર પ્લાસ્ટિક ની થેલીઓ નંગ ૬ મા ૧૮ લિટર કિરૂ ૩૬૦ નો દેશી દારૂ ભરેલો મળી આવતા પોલીસે નજીકમાથી બે પંચના માણસો બોલાવી પંચો રૂબરૂ તે ઇસમનુ નામ પુછતા તે ઇસમે પોતે પોતાનું નામ જીતેશકુમાર વિરચંદકુમાર અસારી રહે.ભાંખરા તા. વિજયનગર નો હોવાનું જણાવેલ જેથી પોલીસે તે ઇસમ પાસેનો દેશી દારૂ નો મુદ્દામાલ કબ્જે લઇ તેના વિરુદ્ધ ઇડર પોલીસ મથકે કાયદેસર ફરિયાદ નોંધાવી હતી.
ઇડર

Related posts

અમદાવાદના પ્રોફેસરને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિમાં મળ્યું સ્થાન

saveragujarat

મોડાસામા 22 વર્ષની યુવતી ક્રિષ્ના પટેલ યુવા વયે બની લેખક,’જિંદગીના સરનામે’ પુસ્તકનું જિલ્લા કલેકટરના હસ્તે વિમોચન કરાયું.

saveragujarat

4 રાજ્યોમાં ભાજપનું કમળ ખીલતા જામનગર જિલ્લા ભાજપે મનાવ્યો વિજય ઉત્સવ

saveragujarat

Leave a Comment