Savera Gujarat
Other

રાત્રી કર્ફ્યું અંગે લેવાયો મોટો નિર્ણય ,ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ

સવેરા ગુજરાત/ગંધીનગર:-  મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ  રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા

કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે

નીચે મુજબ થયો ફેરફાર:

રાજ્ય સરકારની નવી SOP જાહેર, 8 મહાનગરોમાં જ રાત્રિ કરફ્યૂ રહેશે.

રાત્રે 12થી સવારે 5 સુધી કરફ્યૂ રહેશે.

લગ્ન પ્રસંગમાં 300 લોકોને મંજૂરી, અંતિમક્રિયામાં 100 લોકો હાજર રહી શકશે.

નવી ગાઈડલાઈન 18 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે.

ધંધા રોજગાર રાત્રે 11 સુધી ખુલ્લા રાખી શકાશે.

બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ.

બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ. ટિકિટ દર્શાવવાની રહેશે.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને છૂટ.

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનારા લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.

 

.
કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ બહાર પાડવામા આવ્યું છે.

Related posts

ગુજરાતમાં અષાઢી મેંઘ મહેરથી ૨૦૬ ડેમોમાં ૫૧ ટકા નવા નીર ભરાયાં

saveragujarat

પરિણીતાએ વિધર્મી પતિ-સાસરિયાઓ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંઘાવી

saveragujarat

કેનેડામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે

saveragujarat

Leave a Comment